ફેબ્રુઆરી મહિનો (February month) વર્ષનો સૌથી નાનો મહિનો હોય છે, પરંતુ આ મહિનામાં બનેલી યાદો જીવનભર તમારી સાથે રહે છે. આ મહિનો તેની સાથે હુફ લઈને આવે છે, તેની સાથે અનેક પ્રેમથી ભરેલી વાર્તાઓ પણ લઈને આવે છે.આખરે, પ્રેમી યુગલ આખું વર્ષ જેની આતુરતાથી રાહ જોતું હતું તે દિવસ આવી ગયો. જ્યારે બે પ્રેમીઓ એકબીજા માટે સાથે જીવવા મરવાની પ્રતિજ્ઞા લે છે અને જીવનભર સાથે રહેવાનું વચન લે છે. વેલેન્ટાઈન ડે (Valentines Day) બે પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ હોય છે, આ દિવસે કપલ્સ એકબીજાને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. જે બે અધૂરા સપના પૂરા કરે છે તેને પ્રેમ અને રોમાંસનો દિવસ પણ કહેવામાં આવે છે.
જો કે તેની પાછળ એક મોટી કહાની છે, જે તમે ભાગ્યે જ જાણતા હોશો. જેકોબસના ઓરિયાના પુસ્તકમાં વેલેન્ટાઇન ડે વીકનો ઉલ્લેખ છે, જે રોમના પાદરી સંત વેલેન્ટાઇનને સમર્પિત દિવસ છે. આ દિવસની શરૂઆત રોમની ત્રીજીમાં સદી થઈ હતી. અમે તમને આજે વેલેન્ટાઇન ડેનો ઇતિહાસ જણાવીશું, ચાલો જાણીએ શું છે વેલેન્ટાઈન ડેનો ઈતિહાસ અને શા માટે ઉજવવામાં આવે છે.
ઈતિહાસકારોના મતે વેલેન્ટાઈન ડેનો ઉલ્લેખ જેકોબસના ઓરિયાના પુસ્તકમાં કરવામાં આવ્યો છે, આ દિવસ રોમના પાદરી સંત વેલેન્ટાઈનને સમર્પિત છે. એવું કહેવાય છે કે 270 ઇ.સમાં એક સંત વેલેન્ટાઇન હતા. તે જ સમયે, ક્લોડિયસ નામના અત્યંત આક્રમક રાજાનું શાસન હતું. તે પ્રેમ સંબંધોના સખત વિરોધી હતા.તેમનુ માનવુ છે કે અપરણીત સિપાઇઓ પરિણીત સૈનિક કરતા વધારે સારી રીતે યુધ્ધ કરી શકે છે. કારણ કે પરિણીત સૈનિક હંમેશા તેની પત્ની કે પ્રેમિકાની ચિંતામાં રહે છે. આ જ કારણ હતું કે રાજા હંમેશા લવ મેરેજ અને લવ અફેરના વિરોધી હતા. તેણે જાહેર કર્યું કે તેના રાજ્યનો કોઈ સૈનિક લગ્ન કરશે નહીં અને કોઈ સ્ત્રી સાથે પ્રેમ કરશે નહીં.
જે કોઈ રાજાના આ આદેશનું ઉલ્લંઘન કરતું જોવા મળશે તેને સખત સજા કરવામાં આવશે. રાજાના આ નિર્ણયથી બધા સૈનિકો દુઃખી થયા, પરંતુ કોઈએ રાજાના આ આદેશનું ઉલ્લંઘન કર્યું નહીં. તે જ સમયે, રોમના સંત વેલેન્ટાઇને સૈનિકો સાથેનો આ અન્યાયનો અસ્વીકાર્યો કર્યો હતો, તેથી સંત વેલેન્ટાઇને રાજાથી અજાણતા યુવાન સૈનિકોના લગ્ન કરવાનું શરૂ કર્યું. કોઈપણ સૈનિક જે તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માંગતો હતો તે મદદ માટે સંત વેલેન્ટાઈન પાસે જતો હતો.
આ જ રીતે વેલેન્ટાઈને ઘણા સૈનિકો ગુપ્ત રીતે લગ્ન કરાવ્યા હતા, પરંતુ થોડા દિવસો પછી વેલેન્ટાઈનના આ કામના સમાચાર રાજાને મળ્યા અને તેણે સંત વેલેન્ટાઈનને જેલમાં ધકેલી દીધા અને તેને મૃત્યુદંડની સજા ફટકારી. જેલની દિવાલોમાં બંધ થયા પછી, વેલેન્ટાઇન તેના મૃત્યુની તારીખની રાહ જોઈ રહ્યો હતા અને એક દિવસ તે જેલરને મળ્યા, જેનું નામ સ્ટીલિશ હતું.રોમના લોકોના કહેવા પ્રમાણે તેની પાસે ચમત્કારિક શક્તિ હતી જે લોકોને સાજા કરી શકતી હતી. જેલરને આ વાતની જાણ થઈ અને તેણે તેની અંધ પુત્રીને સાજા કરવાની વિનંતી કરી. સંત વેલેન્ટાઈને તેને સાજી કરી, પરંતુ કોઈ તેને મૃત્યુદંડથી બચાવી શક્યું નહીં, અને તેને 14 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવી.
વેલેન્ટાઈન ડે સંત વેલેન્ટાઈનની યાદમાં ઉજવવામાં આવે છે. કેટલાક અહેવાલો અનુસાર, પ્રથમ વેલેન્ટાઇન ડે વર્ષ 496 ઇ.સ માં ઉજવવામાં આવ્યો હતો. આ મુજબ વેલેન્ટાઇન ડેની શરૂઆત રોમન તહેવારથી થઈ અને ધીમે ધીમે તે બે પ્રેમીઓ વચ્ચે આખી દુનિયામાં ફેલાઈ ગઈ. તેને પ્રેમ અને રોમાંસનો દિવસ પણ કહેવામાં આવે છે. આ દિવસે બે પ્રેમીઓ એકબીજા સાથે કાયમ રહેવાનું વચન આપે છે.
આ પણ વાંચો :ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ PSLV C-52ને સફળતાપૂર્વક કર્યું લોન્ચ
આ પણ વાંચો :Valentine Special: રાધાકૃષ્ણના પ્રેમની આ અદ્ભૂત કથા જાણો છો તમે ? પ્રેમના દિવસે જાણો આ અજાણી કથા