ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ PSLV C-52ને સફળતાપૂર્વક કર્યું લોન્ચ
SRO Satellite: EOS-04 સેટેલાઇટ એ રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે. જેનો ઉપયોગ કોઈપણ પ્રકારના હવામાનમાં પૃથ્વીની ઉચ્ચ ગુણવત્તાની તસવીરો લેવા માટે કરવામાં આવશે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આ વર્ષે તેના પ્રથમ ઉપગ્રહના લોન્ચ માટે કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. આ ઉપગ્રહને સવારે 5:59 કલાકે સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. PSLV વાહન (PSLV-C52) આ ઉપગ્રહને આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું છે. 1,710 કિગ્રા વજનના EOS-04 ઉપગ્રહને PSLV-C52 દ્વારા પૃથ્વીથી 529 કિમીની ઊંચાઈએ સૂર્યની ધ્રુવીય ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.
#WATCH | Indian Space Research Organisation launches PSLV-C52/EOS-04 from Satish Dhawan Space Centre, Sriharikota
(Source: ISRO) pic.twitter.com/g92XSaHP9r
— ANI (@ANI) February 14, 2022
સેટેલાઇટથી થશે આ ફાયદો
ISRO દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, EOS-04 સેટેલાઇટ રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે. જેનો ઉપયોગ કોઈપણ પ્રકારના હવામાનમાં પૃથ્વીની ઉચ્ચ ગુણવત્તાની તસવીરો લેવા માટે કરવામાં આવશે. આના દ્વારા તે કૃષિ, વનસંવર્ધન, વૃક્ષારોપણ, જમીનના ભેજ, પાણીની ઉપલબ્ધતા અને પૂરની સંભાવનાવાળા વિસ્તારોના નકશા તૈયાર કરવામાં મદદરૂપ થશે.
સાથેસાથે બીજો ઉપગ્રહ પણ છોડાશે
આ મિશન સાથે બે નાના ઉપગ્રહો પણ લોન્ચ કરવામાં આવી રહ્યા છે. આમાંથી એક છે INSPIREsat-1 સેટેલાઈટ. જે IIST (Institute of Space Science and Technology -IIST) ના વિદ્યાર્થીઓ દ્વારા અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીની લેબોરેટરી ઓફ એટમોસ્ફિયર એન્ડ સ્પેસ ફિઝિક્સના વિદ્યાર્થીઓના સહયોગથી બનાવવામાં આવ્યો છે.
બીજો ઉપગ્રહ INS-2TD છે. આ ઉપગ્રહ ઈસરો અને ભૂટાનનો સંયુક્ત ઉપગ્રહ છે. જે એક બોલ્ડર અને ટેકનિકલ ડેમોન્સ્ટ્રેટર સેટેલાઇટ (INS-2TD) છે. અગાઉ જાન્યુઆરીમાં જ ભારત સરકારે રોકેટ વૈજ્ઞાનિક એસ સોમનાથને ઈસરોના વડા તરીકે નિયુક્ત કર્યા હતા. એસ સોમનાથે, સિવાનનું સ્થાન લીધું છે.
આ પણ વાંચો : મુખ્તાર અબ્બાસ નકવીએ હિજાબ વિવાદને ગણાવ્યું કાવતરું, કહ્યું- મુસ્લિમ છોકરીઓને ભણવાથી રોકવામાં આવી રહી છે