વરરાજાના પરિવારે લગ્નની એવી કંકોત્રી છપાવી કે, લોકો જાનમાં આવતા ડરી ગયા
ફેસબુક પર હાલમાં એક લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. આ લગ્ન 9 ફ્રેબુઆરી 2025ના રોજ જયપુરમાં છે. કાર્ડ અન્ય કાર્ડની જેમ સાધારણ નથી. પરંતુ લોકનું ધ્યાન "આમદ કે મુંતઝિર " પર અટકી ગયું છે.

લગ્નની સીઝન ચાલી રહી છે. ગત્ત નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં અનેક લગ્ન થયા છે. આ વર્ષે પણ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લગ્નનો માહોલ પુરજોશમાં જોવા મળી રહ્યો છે.લગ્નમાં કાર્ડ ખુબ મહત્વની ભૂમિકા નિભાવે છે. આ કારણે લોકો લગ્નના કાર્ડ પર ખુબ મોટો ખર્ચો કરે છે. તેમજ પ્રયત્ન કરે છે કે, તેના પરિવારનું કાર્ડ બીજા કાર્ડથી સુંદર હોય. હાલમાં એક લગ્નનું કાર્ડ વાયરલ (Viral Wedding Card) થઈ રહ્યું છે. જેમાં છોકરાવાળાએ લગ્નના આ કાર્ડ પોતાના મહેમાનોને આપ્યું છે. તેમાં એવી વાત લખી છે કે, જેને વાંચ્યા બાદ લોકો જાનમાં આવતા પણ ડરશે.આ અનોખું કાર્ડ હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે.
કાકા-ફુઆ વગેરેના નામ સામેલ
ફેસબુક પેજ Faiq Ateeq Kidwai પર હાલમાં એક લગ્નનું કાર્ડ પોસ્ટ કરવામાં આવ્યું છે. આ લગ્ન 9 ફેબ્રુઆરી 2025ના રોજ છે. લગ્ન જયપુરમાં છે. કાર્ડમાં લોકનું ધ્યાન”આમદ કે મુંતઝિર ” પર અટકી ગયું છે. હિન્દીમાં તેનો અર્થ થાય છે, દર્શનાભિલાષી. કાર્ડમાં દર્શનાભિલાષીના અંતગર્ત એ લોકોના નામ લખવામાં આવે છે. જે મેહમાનોને આવવાની રાહ જોતા હોય છે.જેમાં પરિવારના બાળકો, દુલ્હન કે વરરાજાના કાકા-ફુઆ વગેરેના નામ સામેલ હોય છે.
કાર્ડ પર લખેલા મૃતકોના નામ
આ લગ્નના કાર્ડમાં દર્શનાભિલાષીના સ્થાને મૃતકોના નામ લખ્યા છે. કાર્ડમાં લખ્યું છે. મરહુમ નુરુલ હક, મરહુમ લાલુ હક, મરહુમ બાબુ હક, મરહુમ એજાજ હક, ત્યારબાદ અન્ય લોકોના નામ લખ્યા છે. લગ્ન જયપુરના કરબલા મેદાનમાં છે. કાર્ડમાં 8 ફેબ્રુઆરી અને 9 ફેબ્રુઆરીના રોજ કાર્યક્રમ વિશે લખ્યું છે.આ કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. 600થી વધુ લોકોએ લાઈક કરી છે. જ્યારે 100થી વધુ લોકોએ કોમેન્ટ કરી છે. એક વ્યક્તિએ લખ્યું જોધપુર-જયપુર વાળામાં આવા કાર્ડ સામાન્ય છે.