વીજળીની ઝડપે સ્ટેમ્પ મારતા જોવા મળ્યા ‘સરકારી બાબુ’, લોકોએ કહ્યું- આ છે 6G સ્પીડ

Viral Video: એક કર્મચારીનો વીજળીની ઝડપે દસ્તાવેજો પર સ્ટેમ્પ લગાવતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઝારખંડના ડેપ્યુટી કલેક્ટર સંજય કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને તેણે તેને 6G સ્પીડ ગણાવી છે.

વીજળીની ઝડપે સ્ટેમ્પ મારતા જોવા મળ્યા 'સરકારી બાબુ', લોકોએ કહ્યું- આ છે 6G સ્પીડ
વીજળીની ઝડપે સ્ટેમ્પિંગ કરતા જોવા મળ્યા સરકારી બાબુImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2023 | 8:25 PM

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સરકારી કામો ગોકળગાયની ગતિએ થતા હોય છે. સરકારી બેંક હોય કે અન્ય કોઈ સરકારી ઓફિસમાં જાઓ, અહીંના ‘બાબુ’ લોકોને સ્લો મોશનમાં કામ કરતા જોઈને જ મગજ ગરમ થઈ જાય છે. જો તમારે માત્ર એક દસ્તાવેજ પર સહી કરાવવાની હોય તો પણ આ નાનું કામ કરવામાં અનેક દિવસો લાગી જાય છે. તમે ભાગ્યે જ કોઈ કર્મચારીને સરકારી ઓફિસમાં ઝડપથી કામ કરતા જોયા હશે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

આ વીડિયોમાં એક કર્મચારી વીજળીની ઝડપે દસ્તાવેજો પર સ્ટેમ્પ લગાવતો જોવા મળે છે. તેની સ્પીડ જોઈને કોઈ પણ દંગ રહી જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સરકારી ઓફિસ જેવી દેખાતી ઓફિસમાં બેઠેલો કર્મચારી કેવી રીતે ખૂબ જ ઝડપથી દસ્તાવેજો પર સ્ટેમ્પ લગાવી રહ્યો છે. તેના બંને હાથ જાણે કોઈ મશીન ચાલતુ હોય તેમ ચાલી રહ્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ વીડિયો જોયા પછી તમે સરકારી ઓફિસોમાં કાચબાની ઝડપે કામ કરતા કર્મચારીઓને ભૂલી જશો. જો કે આ કોઈ સરકારી ઓફિસનો જ વીડિયો છે કે બીજે ક્યાંયનો તે અંગે કોઈ જાણકારી નથી અને આ આટલી ઝડપથી કામ કરી રહેલ આ વ્યક્તિ કોણ છે તે અંગે પણ જાણી શકાયુ નથી.

જુઓ આ મજાનો વીડિયો

આ પણ વાંચો: Instagram Viral Video : સિંહણએ માણસને જોઈને કર્યો હુમલો, વાયરલ વીડિયો જોઈને થઈ જશો હેરાન

લોકોને બે ઘડી વિચારતા કરી દેનારો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર ઝારખંડના ડિપ્ટી કલેક્ટર સંજય કુમારે શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યુ છે ” 6G સ્પીડ…” જો કે ખરેખર આ 6G સ્પીડથી જરા પણ ઓછુ નથી, કારણ કે આટલી સ્પીડથી તો મશીનોને જ કામ કરતા જોયા હશે. આ વીડિયોને અત્યાર સુધીમાં 9150 લોકો જોઈ ચુક્યા છે. અનેક લોકોએ આ વીડિયોને શેર પણ કર્યો છે. લોકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">