14 વર્ષ પહેલા જેણે જીંદગી બચાવી એના જ ખોળામાં ગોરીલાએ લીધા અંતિમ શ્વાસ, બંનેની મિત્રતા સોશિયલ મીડિયામાં વાયરલ

TV9 GUJARATI

|

Updated on: Oct 08, 2021 | 1:40 PM

નક્ક્વેમાં ગોરિલાની લાંબી બિમારીના કારણે તેના મિત્રના ખોળામાં મોત થયુ છે. આ મિત્ર એ જ છે જેણે 14 વર્ષ પહેલા આ ગોરીલાને બચાવ્યો હતો. તે સમયે પણ બાઉમાએ નદાકાસીને પોતાના ખોળામાં ઉચકી લીધી હતી જેથી તે જીવીત રહી શકે.

14 વર્ષ પહેલા જેણે જીંદગી બચાવી એના જ ખોળામાં ગોરીલાએ લીધા અંતિમ શ્વાસ, બંનેની મિત્રતા સોશિયલ મીડિયામાં વાયરલ
Gorilla dies in the arms of her rescuer

Follow us on

તમે માનવ અને પ્રાણીઓ વચ્ચેની મિત્રતાના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ કેટલીક વાતો એવી હોય છે કે જેના વિશે સાંભળીને કોઇ પણ વ્યક્તિ ભાવુક થઈ જાય. હાલમાં આવી જ એક ઘટના ઇન્ટરનેટ જગતમાં ખૂબ જ વાયરલ થઇ રહી છે. હકીકતમાં, પૂર્વી કોન્ગોના વિરુંગા નેશનલ પાર્કમાં અનાથ નદાકાસી (માઉન્ટેન ગોરીલા) એ પોતાના 49 વર્ષીય સાથી આન્દ્રે બાઉમાના ખોળામાં અંતિમ શ્વાસ લીધા છે. આ બાદથી જ ગોરીલા અને આન્દ્રેની દોસ્તીની મિસાલો આપવામાં આવી રહી છે.

એક અહેવાલ મુજબ, નાદાકાસીનું 14 વર્ષની ઉંમરે અવસાન થયું. તેને વિરુંગા રેન્જર્સ દ્વારા ત્યારે બચાવવામાં આવ્યુ હતુ જ્યારે તે ફક્ત 2 મહિનાની હતી. તે પોતાની માતાના મૃતદેહ સાથે ચીપકીને બેસેલી મળી આવી હતી. નદાકાસીને બાદમાં પાર્કના સેનક્વેક્વે સેન્ટર મોકલી દેવામાં આવી હતી.

સેનક્ક્વેમાં ગોરિલાની લાંબી બિમારીના કારણે તેના મિત્રના ખોળામાં મોત થયુ છે. આ મિત્ર એ જ છે જેણે 14 વર્ષ પહેલા આ ગોરીલાને બચાવ્યુ હતુ. તે સમયે પણ બાઉમાએ નદાકાસીને પોતાના ખોળામાં ઉચકી લીધી હતી જેથી તે જીવીત રહી શકે. નદાકાસીની અંતિમ તસવીરમાં તે બાઉમાની છાતી પર પોતાનું માથુ રાખેલુ જોવા મળે છે.

બૌમાએ કહ્યું, ‘મને નાદકાસીને મારો મિત્ર કહેતા ગર્વ થાય છે, હું ચોક્કસપણે તેને એક બાળકની જેમ પ્રેમ કરતો હતો અને જ્યારે પણ હું તેની સાથે વાત કરતો ત્યારે તેની ખુશખુશાલ વર્તણૂક મારા ચહેરા પર સ્મિત લાવતી, અમે વિરૂંગામાં તેને ખૂબ યાદ કરીશું, અમારા જીવનમાં લાવેલી ખુશી માટે અમે નાદાકાસીના હંમેશા આભારી છીએ. ‘

આ પણ વાંચો –

Supreme Court: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પ્રાથમિક તપાસ માટે ન્યાયિક દિશા નિર્દેશની જરૂર નથી, સીબીઆઈ સીધી કેસ દાખલ કરી શકશે

આ પણ વાંચો –

OMG! આ વ્યક્તિએ લઘુશંકા કરતી વખતે ભૂલથી ખિસ્સામાં રાખેલી બંદૂકનું ટ્રીગર દબાવી દીધુ, જાણો પછી શું થયુ

આ પણ વાંચો –

Chinese Biryani !! સોશિયલ મીડિયા પર ચાઇનીઝ બિરયાનીનો વીડિયો વાયરલ, જોઇને લોકો ભડકી ઉઠ્યા

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati