AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chinese Biryani !! સોશિયલ મીડિયા પર ચાઇનીઝ બિરયાનીનો વીડિયો વાયરલ, જોઇને લોકો ભડકી ઉઠ્યા

આ વખતે વિચિત્ર વાનગી જે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી રહી છે તે છે ચાઇનીઝ બિરયાની. હવે તમારા મનમાં આ પ્રશ્ન આવતો જ હશે કે આ ચાઇનીઝ બિરયાની શું છે ?

Chinese Biryani !! સોશિયલ મીડિયા પર ચાઇનીઝ બિરયાનીનો વીડિયો વાયરલ, જોઇને લોકો ભડકી ઉઠ્યા
Chinese biryani goes viral on social media
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 12:56 PM
Share

ઇન્ટરનેટની દુનિયામાં ઘણી વાર એવી વસ્તુઓ જોવા મળે છે જેને જોયા બાદ કોઇ પણ વ્યક્તિને ગુસ્સો આવી જાય. ખાસ કરીને ત્યારે જ્યારે તમારી મનપસંદ ડીશ સાથે કોઇ ચેડા કરે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર દુર્લભ અને અજીબોગરીબ રેસિપીનું ચેલેન્જ ચાલી રહ્યુ છે. માટે લોકો એકથી એક વિચિત્ર ડિશ બનાવીને શેયર કરે છે. ચોકલેટ ડોસા અને કુરકુરે મિલ્ક શેક પહેલા જ સોશિયસ મીડિયામાં પર વાયરલ થઇ ચૂક્યા છે. હવે આજ ચેલેન્જમાં ચાઇનીઝ બિરયાનીનું વધુ એક નામ જોડાય ગયુ છે. જેને લઇને સોશિયલ મીડિયા પર વિવાદ ચાલી રહ્યો છે.

આ વખતે વિચિત્ર વાનગી જે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી રહી છે તે છે ચાઇનીઝ બિરયાની. હવે તમારા મનમાં આ પ્રશ્ન આવતો જ હશે કે આ ચાઇનીઝ બિરયાની શું છે.

આ વિચિત્ર રેસીપીનો મૂળ વીડિયો ગયા વર્ષે યુટ્યુબ ચેનલ કુકિંગ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જવેરિયા નામના યુઝરે તેને શેર કર્યા બાદ આ વીડિયો ટ્વિટર પર આવ્યો હતો. પરંતુ તમામ ઈન્ટરનેટ યુઝર્સ આ વીડિયોથી ખુશ નહોતા. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “મેં બધું જોયું છે.”

જેવી આ રેસિપી સોશિયલ મીડિયા પર પહોંચી તો લોકોએ પણ તેનો આનંદ માણવાનું શરૂ કર્યું. પોસ્ટ વાયરલ થયા બાદ અજીબો ગરીબ ફોટોઝ, મીમ્સ અને વીડિયો સામે આવવા લાગ્યા. જેના કારણે લોકોએ પોતાની ભાવનાઓને મજેદાર કોમેન્ટ્સના રૂપમાં પોસ્ટ કરી, “એક યુઝરે લખ્યું કે બિરયાની સાથે આવું બધું કરવાની શું જરૂર છે.” તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું કે મને ખબર નથી કે બીજું શું જોવાનું બાકી છે.

તમને જણાવી દઈએ કે આ રેસીપીનો ઓરિજનલ વીડિયો 80 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને તે અસંખ્ય કોમેન્ટ્સથી ભરેલો છે. સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા પછી, ઘણા વપરાશકર્તાઓ આ વિચિત્ર રેસીપીથી નારાજ દેખાઈ રહ્યા છે. આ પ્રકારની ઉડાઉ સ્વાદવાળી રેસીપી ખાસ કરીને ટ્વિટર પર લોકોને પસંદ આવી ન હતી. અગાઉ લોકો મિલ્કશેક મેગીને જોઈને ગભરાઈ ગયા હતા. હવે ચાઇનીઝ બિરયાની જોયા પછી કલ્પના કરો કે લોકોનો ગુસ્સો કયા સ્તરે પહોંચ્યો હશે.

આ પણ વાંચો –

Pakistan: ટી 20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાને જાત બતાવી, ભારત વિરૂદ્ધ કર્યુ આ ઘૃણાસ્પદ કૃત્ય , ICC કાર્યવાહી કરી શકે છે

આ પણ વાંચો –

Lakhimpur Kheri Latest Updates: લખીમપુર કેસમાં DGPનાં દેખરેખ હેઠળની 9 સદસ્યની ટીમની રચના કરવામાં આવી, આશિષ મિશ્રા ધરપકડની બીકથી નેપાળ ભાગ્યો હોવાની આશંકા

g clip-path="url(#clip0_868_265)">