AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રુપિયા નહીં..લોક ગાયક કિર્તીદાન ગઢવીના લોકડાયરામાં સોના ચાંદીના સિક્કાનો થયો વરસાદ, જુઓ Video

બનાસકાંઠાના (Banaskantha) પાલનપુરમાં લોક ગાયક કિર્તીદાન ગઢવી પર સોના-ચાંદીના સિક્કાનો વરસાદ થયો છે. પહેલી વાર ડાયરામાં સોના ચાંદીના સિક્કા ઉડાવ્યા હતા. લોકડાયરામાં અંદાજે 1 કરોડ રૂપિયાનો વરસાદ થયો હતો.

રુપિયા નહીં..લોક ગાયક કિર્તીદાન ગઢવીના લોકડાયરામાં સોના ચાંદીના સિક્કાનો થયો વરસાદ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 12:46 PM
Share

ગુજરાતમાં લોકગાયકો પર રુપિયાનો વરસાદ કરવામાં આવે તેની કોઈ નવાઈ નથી. સોશિયલ મીડિયામાં લોકડાયરામાં રુપિયાનો વરસાદ થતો હોય તેવા અનેક વીડિયો સામે આવતા રહે છે. ત્યારે આવો જ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાલનપુરમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીના લોકડાયરામાં સોના-ચાંદીના સિક્કાનો વરસાદ થવાનો વીડિયો વાયરલ થયો છે.

આ પણ વાંચો- Ravindra Jadejaની પત્ની રિવાબા જાડેજાએ કરી બેટિંગ, Video સોશિયલ મીડિયા પર વાયરલ

ડાયરામાં સોના-ચાંદીના સિક્કા વરસ્યા

બનાસકાંઠાના પાલનપુરમાં લોક ગાયક કિર્તીદાન ગઢવી પર સોના-ચાંદીના સિક્કાનો વરસાદ થયો છે. પહેલી વાર ડાયરામાં સોના ચાંદીના સિક્કા ઉડાવ્યા હતા. લોકડાયરામાં અંદાજે 1 કરોડ રૂપિયાનો વરસાદ થયો હતો. આ જોઈને ખુદ કીર્તિદાન ગઢવી પણ ચોંકી ઉઠ્યા હતા. જલારામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે રઘુવંશી સમાજે લોકડાયરાનું આયોજન કર્યું હતું. લોકડાયરામાં કીર્તિદાન ગઢવી, હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદી, સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, લોકગાયિકા ઉર્વશી રાદડિયા અને સાહિત્યકાર ચતુરદાન ગઢવીએ જમાવટ કરી હતી.

આ પણ વાંચો-Gujarati Video : 100 કરોડના ગોલ્ડ ટ્રેડિંગ કૌભાંડના રૂપિયા કોની પાસે પહોંચ્યા? તપાસ એજન્સીઓ હજુ અજાણ!!! ED અને IT જેવી એજન્સીઓ ઇન્વેસ્ટિગેશનમાં જોડાઈ શકે છે

રાજકોટમાં પણ ડાયરામાં થયો હતો રુપિયાનો વરસાદ

થોડા દિવસ પહેલા રાજકોટના પાડ ગામે લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. જખરાપીર દાદાના મંદિરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ નિમિતે લોક ડાયરાનું આયોજન કરાયું હતુ. જેમાં લોકગાયિકા પૂનમ ગોંડલીયા પર રૂપિયાનો વરસાદ થયો હતો. શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં લોકગાયિકા પર ચલણી નોટ વરસાવી હતી. આ ડાયરામાં વરસેલા લાખો રૂપિયાનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં થશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">