Ravindra Jadejaની પત્ની રિવાબા જાડેજાએ કરી બેટિંગ, Video સોશિયલ મીડિયા પર વાયરલ
જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ હાજરી આપી હતી. જામનગરના ધારસભ્ય રિવાબા જાડેજાએ બેટિંગ કરી હતી. જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પી.સી.સી. ગ્રુપ જામનગર દ્વારા ઓપન ગુજરાત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ, આ કાર્યક્રમમાં ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાએ સર્વે યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા તેમજ આયોજકોને આ સુંદર આયોજન બદલ અભિનંદન આપ્યા હતા. આ તકે શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઈ ભાટું અને ભાજપના આગેવાન તથા ઉદ્યોગ જગતમાં અગ્રણી જીતુભાઇ લાલ હાજર રહ્યા હતા. રિવાબા જાડેજાનો બેટિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં રિવાબા જાડેજાએ શાનદાર બેટિંગ કરી ક્રિકેટ ચાહકોનો ઉત્સાહ વધાર્યો હતો.
રિવાબા જાડેજાએ પણ બેટિંગ કરીને ક્રિકેટ પ્રેમીઓને ઉત્સાહ વધાર્યો
પી.સી.સી. ગ્રુપ દ્વારા આયોજીત રાત્રીપ્રકાશ ટુર્નામેન્ટમાં 64 ટીમો ભાગ લીધો હતો.આ ટૂર્નામેન્ટમાં દેશભરમાંથી ખેલાડીઓ જામનગરમાં રમવા આવ્યાં હતા.પંજાબ, જમ્મુ કાશ્મીર, મુંબઈ, દિલ્હી, કોલકાત્તા સહિતના રાજ્યોમાંથી જામનગરમાં મેચ રમવા માટે ખેલાડીઓ આવ્યાં હતા. આ ટૂર્નામેન્ટને લઈ દર્શકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિજેતા અને રનર્સ અપ ટીમોને ટ્રોફી અને રોકર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મેન ઓફ ધ સીરીઝ ,બેસ્ટ બેસ્ટમેન તેમજ બેસ્ટ બોલર પણ જાહેર કરવામાં આવ્યા હતા. આ ટૂર્નામેન્ટ યુટ્યૂબ ઉપર લાઈવ બતાવવામાં આવી હતી. જેનો ક્રિકેટ ચાહકોએ ભરપુર આનંદ લીધો હતો. આ ઈવેન્ટમાં પણ પોતાની ટીમેને ચીયર કરતા ખેલાડીઓ પણ જોવા મળ્યા હતા.રિવાબા જાડેજાએ પણ બેટિંગ કરીને ક્રિકેટ પ્રેમીઓને ઉત્સાહ વધાર્યો હતો.
રીવાબા જાડેજાએ રાજકીય પીચ શાનદાર કામો કર્યા
જામનગરથી ચુંટણીમાં ઝંપલાવનાર રિવાબા જાડેજાએ શાનદાર જીત મેળવી છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજાના પત્નિએ રાજકારણમાં સફળતાપૂર્વક ડેબ્યૂ કર્યુ છે,ગુજરાત વિધાનસભામાં પત્ની રીવાબાની જીત બાદ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એ એક ફોટો શેર કર્યો અને કહ્યું હતું હેલો ધારાસભ્ય.ભારતીય ઓલરાઉન્ડર રવિનદ્ર જાડેજાની પત્ની રિવાબા ધારાસભ્ય બની ગઈ છે. તેમણે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જામનગર સીટ પરથી મોટા અંતરથી જીત મેળવી છે.
રીવાબા જાડેજા પ્રથમ વખત રાજકીય પીચ પર દાવ અજમાવ્યો અને પતિ રવિન્દ્ર જાડેજા જેવી રીતે ક્રિકેટની પીચ પર પોતાની સ્થાન બનાવ્યુ તેવી રીતે રીવાબા જાડેજાએ પતિની જેમ રાજકીય પીચ પર પ્રથમ મેચમાં અડધા લાખથી વધુની લીડથી વિજય મેળવી લોકોના દિલમાં સ્થાન મેળવ્યુ.