Viral Video : નવરાત્રીનો તહેવાર ગરબા વિના અધૂરો ગણાય છે. સમગ્ર દેશમાં હાલ નવરાત્રિના તહેવારની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે કોરોનાને કારણે નવરાત્રિ (Navratri) સંબંધિત મોટાભાગના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ગરબાના શોખીનોએ કોરોના સમયગાળા દરમિયાન નૃત્ય કરવાની અનોખી રીત શોધી કાઢી છે. જે જોઈને તમે પણ ખુશ થઈ જશો.
PPE કીટ પહેરીને ગરબે ધુમતી છોકરીઓને જોઈને લોકો પણ મંત્ર મુગ્ધ બન્યા
સોશિયલ મીડિયા પર નવરાત્રી સંબધિત ઘણા વીડિયો વાયરલ થતા જોવા મળે છે.પરંતુ આ અનોખી ગરબી તમારૂ દિલ પણ જીતી લેશે.ઈન્ચટરનેટ પર ર્ચાનો વિષય બનેલા આ વીડિયોમાં , નવરાત્રી પ્રસંગે છોકરીઓ PPE કીટમાં ગરબા કરતી જોવા મળી રહી છે.સફેદ રંગની PPE કીટ પહેરીને ગરબે ધુમતી છોકરીઓને (Girls) જોઈને લોકો પણ મંત્ર મુગ્ધ બન્યા હતા.તમને જણાવી દઈએ કે, આ વીડિયો રાજકોટનો છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
જુઓ વીડિયો
#WATCH | Girls in PPE kits performed Garba dance in Rajkot, Gujarat on the occasion of Navratri on Monday night
“This Garba aims to spread awareness among the public about the COVID-19,” said Rakshaben Boriya, organiser of the Garba pic.twitter.com/Bqd9JZzJ7d
— ANI (@ANI) October 13, 2021
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
નવરાત્રી ગુજરાતનો સૌથી લોકપ્રિય તહેવારોમાંનો એક છે. અહીંના ગરબા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, જે ખાસ કરીને નવરાત્રિમાં જોવા મળે છે. પરંપરાગત રીતે, મહિલાઓના ગરબા અને દાંડિયા કરતી વખતે રંગબેરંગી કપડાં પહેરે છે. આ કપડાને ‘ચણીયા ચોલી’ કહેવામાં આવે છે. પરંતુ આ વખતે છોકરીઓએ લોકોને જાગૃત કરવા PPE કીટ પહેરીને ગરબા કર્યા હતા.સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : ફ્લાઇટમાં પાયલટ પિતાને જોઇને ખુશીથી ઉછળી પડી બાળકી, તમે પણ જુઓ આ ક્યુટ Viral Video
આ પણ વાંચો : OMG! 2 વર્ષ પહેલા ગાયબ થઇ ગઇ હતી છોકરી, એક વ્યક્તિએ ગુગલ મેપ્સની મદદથી શોધી નાખી