AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : હાઈ હીલ્સમાં સ્ટંટ ! યુવતીનો અદ્દભુત સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

જિમ્નાસ્ટ પારુલ અરોરાનો હાઈ હીલ્સમાં બેક ફ્લિપ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને 2 લાખ 39 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

Viral Video : હાઈ હીલ્સમાં સ્ટંટ ! યુવતીનો અદ્દભુત સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
Stunt video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 6:02 PM
Share

Viral Video :  આ દિવસોમાં હાઈ હીલ્સમાં બેક ફ્લિપ મારતી એક યુવતી વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાઈ હીલ્સ (High heels) પહેરીને ચાલવામાં પણ મુશ્કેલી થઈ શકે છે, ત્યારે આ યુવતી અદ્ભુત બેક ફ્લિપ મારતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ યુવતી જિમ્નાસ્ટ પારુલ અરોરા (Parul Arora) છે, જે પોતાની અદભૂત બેક ફ્લિપથી સોશિયલ મીડિયા (Social Media) પર છવાયેલી છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાઈ હીલ્સ અને લાલ સ્કર્ટમાં પારુલ અરોરા રસ્તા પર બેક ફ્લિપ મારતી જોવા મળે છે. બેક ફ્લિપ કરતી વખતે તેણે જે રીતે સ્મૂધ લેન્ડિંગ કર્યું છે તે આશ્ચર્યજનક છે. તમે જોઈ શકો છો કે તેની હીલ્સ કેટલી લાંબી છે. જે હીલ્સ પર ચાલવુ અધરૂ છે,તે હીલ્સ પર આ યુવતી સ્ટંટ કરી રહી છે. આ વીડિયોએ હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી છે.

જુઓ વીડિયો

વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

આ વીડિયો પારૂલ અરોરાએ તેમના parul_cutearora નામાન ઓફિશિયલ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ 39 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. પારુલ અરોરાના આ કારનામાને જોઈને મોટાભાગના યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, “પારુલ, તમે હાઈ હીલ્સમાં અદભૂત બેક ફ્લિક કર્યું છે. હું મારા સ્નીકર્સમાં પણ આવું કંઈ કરી શકીશ નહીં.” જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે, પહેલીવાર હાઈ હીલ્સમાં આ નજારો જોયો.

પારુલ અરોરા

તમને જણાવી દઈએ કે, પારુલ અરોરા હરિયાણાના અંબાલાની છે. તે રાષ્ટ્રીય સ્તરની જિમ્નાસ્ટ પણ રહી ચૂકી છે. હવે તે માત્ર વીડિયો બનાવવા અને મહિલાઓને પ્રેરણા આપવા માટે જ જિમ્નેસ્ટિક્સ કરે છે. તેની મોટી બહેન પણ જિમ્નેસ્ટિક્સ કોચ છે.

આ પણ વાંચો: OMG ! ગઝલના રંગમા રંગાઈ આ બિલાડી, કુમાર વિશ્વાસે વીડિયો શેર કરીને કહ્યુ ” જરૂર બિલાડી તાનસેનની હશે”

આ પણ વાંચો: Video : સ્ટંટના ચક્કરમાં છોકરાએ છત પરથી લગાવી છલાંગ ! પછી જે થયુ તે જોઈને યુઝર્સના હોંશ ઉડી ગયા

Follow Us
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
g clip-path="url(#clip0_868_265)">