વરરાજાને દહેજની માગણી કરવી ભારે પડી ! દુલ્હનના પરિવારે લગ્ન મંડપમાં જ કરી નાખી ધોલાઈ,જુઓ VIDEO

TV9 GUJARATI

|

Updated on: Dec 19, 2021 | 4:29 PM

આજકાલ એક લગ્નનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દહેજની માંગણી કરવાના ચક્કરમાં વરરાજાના જે હાલ થાય છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

વરરાજાને દહેજની માગણી કરવી ભારે પડી ! દુલ્હનના પરિવારે લગ્ન મંડપમાં જ કરી નાખી ધોલાઈ,જુઓ VIDEO
Groom was demanding dowry

Follow us on

Funny Video: લગ્નની સિઝન શરૂ થતાં જ સોશિયલ મીડિયા (Social Media) પર લગ્ન સંબંધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. ક્યારેક દુલ્હા-દુલ્હનની એન્ટ્રી તો ક્યારેક લગ્નમાં (Wedding) ડાન્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવો જ એક લગ્નનો શોકિંગ વીડિયો સામે આવ્યો છે. જેમાં વરરાજાને (Groom) દુલ્હનના ઘરવાળા પાસેથી દહેજ માગવુ ભારે પડી જાય છે.

લગ્નમાં જોયા જેવી થઈ

આ મામલો ગાઝિયાબાદના (Ghaziabad) સાહિબાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. મળતા અહેવાલ અનુસાર સાહિબાબાદના એક બેન્ક્વેટ હોલમાં આ લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો વરરાજાને ઘેરીને મારતા જોવા મળે છે. બાદમાં કેટલાક મહેમાનો દુલ્હનના પરિવારને આમ કરતા રોકી રહ્યા છે. લગ્નમાં આ પ્રકારનો તમાસો જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થાય છે.

જુઓ વીડિયો

વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજાના પરિવારજનો વરરાજાને ખેંચીને બહાર જતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે દુલ્હનના સંબંધીઓએ વરરાજાને બરાબરનો મેથી પાક આપ્યો. જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે વરરાજાને દહેજ માગવો ભારે પડ્યો….! આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

પોલીસે શરૂ કરી તપાસ

કહેવામાં આવી રહ્યું છે કે દુલ્હન પક્ષના લોકોએ વરરાજા પર દહેજની માગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Video : બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, બે યુવાનોએ આગથી બચવા કંઈક એવુ કર્યુ કે જોઈને તમારા ધબકારા વધી જશે

આ પણ વાંચો : સ્ટંટ કરવા ભારે પડ્યા ! સાઈકલ પર સ્ટંટ કરવાના ચક્કરમાં યુવક રસ્તા વચ્ચે ફંગોળાયો ,જુઓ VIDEO

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati