સ્ટંટ કરવા ભારે પડ્યા ! સાઈકલ પર સ્ટંટ કરવાના ચક્કરમાં યુવક રસ્તા વચ્ચે ફંગોળાયો ,જુઓ VIDEO

સ્ટંટ કરવા ભારે પડ્યા ! સાઈકલ પર સ્ટંટ કરવાના ચક્કરમાં યુવક રસ્તા વચ્ચે ફંગોળાયો ,જુઓ VIDEO
Boy doing stunt on bicycle

આજકાલ એક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સ્ટંટના ચક્કરમાં યુવકના જે હાલ થાય છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 19, 2021 | 1:27 PM

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર સ્ટંટ વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો વીડિયો એવા હોય છે, જે જોઈને લોકો પણ આશ્વર્ય ચકિત થાય છે. આજકાલ બાળકોથી માંડીને યુવાનો સુધી સૌ કોઈમાં સ્ટંટનો ચસ્કો જોવા મળે છે. ક્યારેક યુવાનો સ્ટંટના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મુકતા પણ અચકાતા નથી. ફેમસ થવાના ચક્કરમાં યુવાનો કંઈક એવુ કરે છે, જે જોઈને લોકો પણ ચોંકી જાય છે. તાજેતરમાં આવો જ એક સ્ટંટ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

સ્ટંટના ચક્કરમાં કંઈક આવુ થયુ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક આરામથી સાઈકલ (Bicycle) પર સ્ટંટ કરતો જોવા મળે છે. પરંતુ બાદમાં તેની અપેક્ષાઓ પર પાણી ફરી જાય છે. જેવો યુવક સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે, કે સાઈકલનુ બેલેન્સ બગડી જાય છે અને તે રસ્તા વચ્ચે જ ફંગોળાય જાય છે. આ જોઈને આસપાસ ઉભેલા લોકો પણ હસવા લાગે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક અચાનક બ્રેક મારીને સ્ટંટ બતાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ પછી તેનું સંતુલન બગડે છે અને તેના હાલ-બેહાલ થતા જોવા મળે છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળે છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, આ યુવક સ્ટંટ કરતા પહેલા સો વખત વિચાર કરશે. વીડિયો પર કોમેન્ટ કરતાં અન્ય એક યુઝરે લખ્યું, ‘વાહ શું સીન છે’.

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  ઈન્સ્ટાગ્રામ પરથી Dnayeshwar Bhoyewar  પરથી શેર કરવામા આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને આ વીડિયો પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral : એક્ટ્રેસ અંકિતા લોખંડેના જન્મદિવસને પતિ વિકી જૈને બનાવ્યો ખાસ, શેર કરી આ સ્પેશિયલ પોસ્ટ

આ પણ વાંચો : Viral: હાથીને ટ્રક પર ચઢાવતા આ શખ્સની તસ્વીર થઈ વાયરલ, લોકો આ કારણે કરી રહ્યા છે તેના વખાણ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati