કોઈની નજર ના લાગે ! જર્મન રાજદૂતે નવી BMWમાં લીંબુ અને મરચાં લટકાવ્યા, જુઓ Video

Foreign Ambassador Follow Indian Tradition : જ્યારે આપણે નવી કાર અથવા ઘર ખરીદીએ છીએ. ત્યારે આપણે સૌ પ્રથમ પૂજા કરીએ છીએ અને શુભ સંકેત તરીકે નાળિયેર તોડીએ છીએ. આ સિવાય વાહનને ખરાબ નજરથી બચાવવા માટે લીંબુ અને મરચાં પણ લટકાવવામાં આવે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં વિદેશી રાજદૂત ભારતીય પરંપરાઓ અને માન્યતાઓને અનુસરતા જોવા મળે છે.

કોઈની નજર ના લાગે ! જર્મન રાજદૂતે નવી BMWમાં લીંબુ અને મરચાં લટકાવ્યા, જુઓ Video
Foreign Ambassador Follow Indian Tradition
Follow Us:
| Updated on: Oct 16, 2024 | 1:56 PM

આપણે નવી કાર અથવા ઘર ખરીદીએ છીએ, ત્યારે આપણે સૌ પ્રથમ પૂજા કરીએ છીએ અને શુભ સંકેત તરીકે નાળિયેર તોડીએ છીએ. આ સિવાય વાહનને ખરાબ નજરથી બચાવવા માટે લીંબુ અને મરચાં પણ લટકાવવામાં આવે છે. પરંતુ, જ્યારે કોઈ વિદેશી આ પરંપરાને અપનાવતો જોવા મળે છે ત્યારે આશ્ચર્ય થાય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં રાજદૂત ભારતીય પરંપરાઓ અને માન્યતાઓને અનુસરતા જોવા મળે છે.

જર્મન રાજદૂતનું ભારતીય પરંપરાઓ પ્રત્યે લગાવ

ભારતમાં તૈનાત જર્મન એમ્બેસેડર ફિલિપ એકરમેને પોતાની નવી ઇલેક્ટ્રિક લક્ઝરી કાર ખરીદી છે. તેનું સ્વાગત કરતો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે કારની ઉપરથી સિલ્વર કપડું હટાવતો જોવા મળે છે, ત્યારબાદ તેની ચમકતી કાળી કાર દેખાય છે અને ત્યાં હાજર લોકો તાળીઓ પાડે છે.

7 tricks : ચાર્જર થઈ ગયું છે કાળુ? આ ટિપ્સ ફોલો કરીને પહેલા જેવું જ કરો સફેદ
આજનું રાશિફળ તારીખ : 16-10-2024
વિરાટ કોહલીએ કરી તોડફોડ, ખુરશી પર કાઢ્યો ગુસ્સો!
પાકિસ્તાનમાં જોવા મળ્યો ભારતીય વિદેશ મંત્રીનો સ્વેગ, બાળકોએ પણ પડાવ્યા ફોટોસ
'ધૂમ 4'ની તૈયારી કરી રહ્યો છે રણબીર કપૂર, નવો લુક સામે આવ્યો
રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !

વીડિયો જુઓ….

(Credit Source : @ANI)

જર્મન રાજદૂત તેની કારને ‘ખરાબ નજર’થી બચાવે છે

આ પછી તેને કારની ચાવીઓ સોંપવામાં આવી. તેણે પોતાની કાર પર પોતાના દેશનો ધ્વજ લગાવ્યો. પરંતુ વીડિયોનો સૌથી રસપ્રદ ભાગ ત્યારે આવ્યો જ્યારે તેણે ભારતીય માન્યતા મુજબ તેની કાર પર દોરામાં બાંધેલા લીંબુ-મરચાં લટકાવી દીધા. જેથી કરીને તેને ખરાબ નજરોથી બચાવી શકાય. જેમ ભારતીય લોકો સામાન્ય રીતે કરે છે.

કારની સામે નાળિયેર તોડવાની વિધિ

પોતાની કારમાં લીંબુ અને મરચું લટકાવ્યા બાદ રાજદૂતે ભારતીય પરંપરાને અનુસરીને કારની આગળ નાળિયેર પણ ફોડ્યું હતું. ભારતીય માન્યતા અનુસાર નારિયેળ પાણીને શુભ માનવામાં આવે છે. આ ધાર્મિક વિધિ ભગવાનના આશીર્વાદ મેળવવાનું પ્રતીક છે.

જર્મન રાજદૂતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

એમ્બેસેડરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ભારતીય રિવાજોમાં તેમની આસ્થા અને તેમને અનુસરવાની ભાવનાની પ્રશંસા કરવામાં આવી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">