કાદવમાં ફસાયેલા ટ્રકને યુવકે બાઈકથી ખેંચવાનો કર્યો પ્રયત્ન, વીડિયો જોઈ લોકો એ કહ્યું – Areyy

Viral Video: વીડિયોના અંત ભાગમાં જોવા મળે છે કે બાઈકમાં બાંધવામાં આવેલી લોખંડની મોટી ચેનનો બીજો છેડો એક ટ્રક સાથે બાંધવામાં આવી છે. આ ટ્રક રસ્તાના કિનારે કાદવમાં ફસાયેલી હતી. તેને ત્યાંથી બહાર કાઢવા માટે આ યુવક બાઈકનો ઉપયોગ કરી રહ્યો હતો.

કાદવમાં ફસાયેલા ટ્રકને યુવકે બાઈકથી ખેંચવાનો કર્યો પ્રયત્ન, વીડિયો જોઈ લોકો એ કહ્યું - Areyy
Funny Viral Video Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 8:42 PM

સોશિયલ મીડિયા પર એવા અનેક લોકોના વીડિયો વાયરલ થાય છે, જેને જોઈને લોકો હસી હસીને લોટપોટ થઈ જાય છે. ઘણા લોકો પોતાની વિચિત્ર હરકતોને કારણે વાયરલ થઈ જતા હોય છે. હાલમાં આવો જ એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તમે કાદવમાં ફસાયેલા અનેક વાહનો જોયા જ હશે. આવા વાહનોને કાઢવા માટે ક્રેન જેવા વાહનનો ઉપયોગ થતો હોય છે પણ હાલમાં એક વ્યક્તિ કાદવમાં ફસાયેલા એક ટ્રકને કાઢવા માટે વિચિત્ર રીત અપનાવે છે, તેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ વાયરલ વીડિયોમાં એક યુવક વિચિત્ર પ્રકારની હરકત કરતો જોવા મળ છે. આવી ઘટના તમે પહેલા ભાગ્યે જ જોઈ હશે. આ વીડિયોની શરુઆતમાં તમે જોઈ શકો છો કે એક બાઈક મોટા લોખંડની ચેનથી બાધીને એક યુવક એક્સિલેરેટર દબા-દબાવીને બાઈકને આગળ લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો છે પણ આ બાઈક આગળ વધવાની જગ્યા એ નીચે જમીન પર પડી જાય છે. વીડિયોના અંત ભાગમાં જોવા મળે છે કે બાઈકમાં બાંધવામાં આવેલી લોખંડની મોટી ચેનનો બીજો છેડો એક ટ્રક સાથે બાંધવામાં આવી છે. આ ટ્રક રસ્તાના કિનારે કાદવમાં ફસાયેલી હતી. તેને ત્યાંથી બહાર કાઢવા માટે આ યુવક બાઈકનો ઉપયોગ કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ…ગજબની હિંમત છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે આ તો મોટિવેશનલ વીડિયો છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવો માણસ પહેલા ક્યારેય નથી જોયો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">