Stunt Viral Video : વ્યક્તિએ ફોલોઅર્સ વધારવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો, રસ્તા ઉપર દેખાડ્યું પરાક્રમ
સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ અને કેટલીક લાઈક્સ મેળવવા માટે યુવાનો પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. આજકાલ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ જોયા પછી તમે પણ દંગ રહી જશો.

દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માંગે છે, પરંતુ તે બિલકુલ સરળ નથી. આ માટે તમારે સખત મહેનતની જરૂર છે, તો જ દુનિયા તમને ઓળખશે. આ રસ્તો થોડો લાંબો છે તેથી બધા તેના પર ચાલી શકતા નથી. આવી સ્થિતિમાં લોકો પોતાને સફળ બનાવવા માટે શોર્ટકટ પદ્ધતિ અપનાવે છે અને આ પદ્ધતિ છે સ્ટંટ વીડિયો. જે ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે અને લોકો તેને જોવાનું પણ પસંદ કરે છે.
આ પણ વાંચો : Car Stunt Viral Video : વ્યક્તિે કર્યો ફિલ્મોની જેમ સ્ટંટ, લોકોએ કહ્યું- જિંદગી દાવ પર લગાવી રહ્યા છો
જો કે સ્ટંટ કરવું દરેકની હાથમાં નથી હોતું, કારણ કે આવા સ્ટંટ કરતા પહેલા તેને ઘણી પ્રેક્ટિસની જરૂર પડે છે. જેને જોઈને લોકો પ્રભાવિત થઈ શકે છે. પરંતુ લોકો આ વસ્તુઓ કેવી રીતે સમજે છે? તેઓ વિચાર્યા વગર સ્ટંટ કરવા લાગે છે. હવે જુઓ આ વીડિયો જ્યાં એક વ્યક્તિ ભીડવાળી જગ્યાએ વિચાર્યા વગર સ્ટંટ કરવા લાગે છે, આ પછી શું થાય છે તે જોઈને તમે બધા ચોંકી જશો.
અહીં વીડિયો જુઓ…..
View this post on Instagram
(credit source : kannu_40p)
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ભીડવાળા રસ્તા પર બાઇક સ્ટંટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેમ-જેમ કોઈ વ્યક્તિ સ્ટંટ કરવા માટે તેની બાઇકના આગળના વ્હીલને હવામાં ઉંચકે છે, તેમ-તેમ તેનું સંતુલન ખોરવાઈ જાય છે. વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે, યુવક જે રીતે પડ્યો હતો. તેનાથી તેને ગંભીર ઈજા થઈ હશે. અહીં તેણે ન માત્ર પોતાને નુકસાન પહોંચાડ્યું પરંતુ સામેથી આવતા બાઇકચાલકને પણ પછાડી દીધો.
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર kannu_40p નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી બે લાખથી વધુ લોકોએ તેને લાઇક કર્યું છે અને છોકરાની મૂર્ખતા પર કોમેન્ટ્સ અને હસી રહ્યા છે.