ફૂડ એક્સપેરિમેન્ટ કે ફૂડ ક્રાઈમ? વાયરલ થયો તરબૂચ પરોઠાનો વીડિયો
આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા નવા ટ્રેન્ડ ચાલી રહ્યા છે અને લોકો ટ્રેન્ડ પ્રમાણે વીડિયો બનાવે છે અને તેને વાયરલ કરે છે. બસ આવું જ કંઈક ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યું છે.

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા નવા ટ્રેન્ડ ચાલી રહ્યા છે અને લોકો ટ્રેન્ડ પ્રમાણે વીડિયો બનાવે છે અને તેને વાયરલ કરે છે. બસ આવું જ કંઈક ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યું છે. વીડિયોમાં જોવા મળ્યું છે કે, એક દુકાનદાર તરબૂચનો ઉપયોગ કરીને પરોઠો બનાવી રહ્યો છે.
આ વીડિયો જોયા પછી ખાવાના શોખીનોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. વીડિયો જોયા બાદ લોકો દુકાનદારને જોરદાર ઠપકો આપી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક દુકાનદાર તવા પર તરબૂચનો ગોળ ટુકડો મૂકે છે અને પછી તેને લોટની પાતળી લેયરથી ઢાંકી દે છે. ત્યારબાદ આ વિચિત્ર વસ્તુ પરાઠાનો આકાર લઈ લે છે.
આ પછી, દુકાનદાર આ પરાઠાને શેકવા માટે તેના પર તેલ અને તેનામાં મીઠાશ ઉમેરવા માટે મધ નાખે છે. આટલું કર્યા બાદ આખરે આ પરોઠો તૈયાર થઈ જાય છે.
View this post on Instagram
ગુસ્સાની ભરમાર કોમેન્ટ સેક્શનમાં
આ વીડિયો ઇન્સ્ટા પર bhookk_official નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોને હજારો લોકોએ જોયો છે અને કોમેન્ટ સેક્શનમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. એક યુઝરે લખ્યું કે, ભાઈ આવા પ્રકારનો પરોઠો કોણ ખાશે. જ્યારે બીજાએ લખ્યું કે, મિત્ર તમે તરબૂચ પરોઠાના નામે કંઈ પણ કરી રહ્યા છો. બીજા એક વ્યક્તિએ વીડિયો પર ટિપ્પણી કરતા લખ્યું કે, જેણે પણ આ પરાઠો ખાધો હશે, યમરાજ તેના માટે નર્કમાં અલગથી તેલ ગરમ કરશે.
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.