મસ્તી પડી ભારે! નશામાં ધૂત વૃદ્ધે ગળામાં લપેટ્યો અજગર, ગળાને ભરડો લઈ લેતા માંડ માંડ બચ્યો જીવ
દારૂના નશામાં ધૂત વ્યક્તિને અજગરે પકડી લીધો હતો. કલાકોની મહેનત પછી, ગ્રામજનોએ કોઈક રીતે આ વૃદ્ધને અજગરની પકડમાંથી છોડાવ્યો અને તેનો જીવ બચાવ્યો હતો.

આલ્કોહોલનું સેવન કેટલું નુકસાનકારક હોઈ શકે છે તેના ઘણા ઉદાહરણો આપણે જોયા હશે, પરંતુ ઝારખંડમાં દારૂ પીવો એક વ્યક્તિને એટલો મોંઘો પડી ગયો કે તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો, દારૂના નશામાં ધૂત વ્યક્તિને અજગરે પકડી લીધો હતો. કલાકોની મહેનત પછી, ગ્રામજનોએ કોઈક રીતે આ વૃદ્ધને અજગરની પકડમાંથી છોડાવ્યો અને તેનો જીવ બચાવ્યો હતો.
ઝારખંડના ગઢવા જિલ્લાના પરિહાર પંચાયતના કિતાસોતી ખુર્દ ગામના રહેવાસી 55 વર્ષીય બિરજલાલ રામ ભુઈયાએ એક વિશાળ અજગરને પકડીને તેને ગળામાં લપેટી લીધો અને ત્યાં હાજર લોકો સાથે કરતબ કરવા લાગ્યા. આ દરમિયાન અજગરે બિરજલાલ રામ ભુયાનું ગળું ઝકડી લીધું હતું, ત્યારબાદ તે વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે આજીજી કરવા લાગ્યો હતો. ગ્રામજનોએ બિરજલાલનો અવાજ સાંભળીને તેના પુત્રને ઘટનાની જાણ કરી અને કલાકોની મહેનત બાદ બિરજલાલને અજગરના ચુંગાલમાંથી છોડાવવામાં આવ્યો, આ ઘટના બાદ તે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.જે પછી તે ગામના જ ક્લિનિકમાં તેની સારવાર કરવામાં આવી હતી.
નશામાં ધૂત થઈ કરતબ કરી રહ્યો હતો શખ્સ
ગ્રામજનોએ જણાવ્યું કે, અનરજ ડેમમાંથી કેનાલ તેમના ગામમાંથી પસાર થાય છે, આ દિવસોમાં કેનાલમાં પાણી ન હોવાથી કેનાલમાં પાણી ઓછું આવે છે. જેના કારણે મોટાભાગના ગ્રામજનો કેનાલમાં માછલી પકડવા જાય છે અને આ વિચારીને બિરજલાલ પણ માછલી પકડવા ગયા હતા પરંતુ નશાના કારણે તે પાણીમાં ઉતરી ગયો હતો અને જોતા જ અજગરને તેના ગળામાં વીંટાળ્યો હતો. ગ્રામજનોના ના પાડવા છતાં નશામાં ધૂત બિરજલાલ અજગર સાથે મસ્તી કરી રહ્યો હતો, આ દરમિયાન અજગરે બિરજલાલનું ગળું પકડી લીધું અને તેની હાલત ખરાબ કરી હતી.
Jharkhand : अजगर के साथ होशियारी पड़ी भारी…
नशे की हालत में मछली मारने गए व्यक्ति को अजगर ने पकड़ा, Video Viral#Jharkhand | #ViralVideo pic.twitter.com/bMVziJho4I
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) November 10, 2022
આપને જણાવી દઈએ કે અજગર ભલે ઝેરી ન હોય, છતાં તેનું નામ એક અલગ જ ડર માટે પૂરતું છે. તે ન માત્ર પ્રાણીઓને જ મારી નાખે છે પરંતુ કેટલીકવાર રહેણાંક વિસ્તારમાં લોકોને તેનો શિકાર પણ બનાવે છે.