કૂતરાઓએ માલિક સાથે કર્યો ગજબ ડાન્સ, સ્ટેપ્સ જોઈ રહી જશો દંગ, જુઓ આ Viral Video
આજના સમયમાં લોકો કૂતરા અને બિલાડીને પાળતુ પ્રાણી તરીકે રાખવાનું સૌથી વધુ પસંદ કરે છે. કૂતરાની વાત કરીએ તો કૂતરો વફાદાર હોવાની સાથે સાથે ખૂબ જ ફની પણ હોય છે. તેનું ઉદાહરણ આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે.

સોશિયલ મીડિયા પર પ્રાણીઓના અનેક પ્રકારના વીડિયો વાયરલ (Dog Viral Video) થાય છે. પ્રાણીઓના વીડિયો પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે, કારણ કે તેઓ ખૂબ જ ફની (Funny Viral Video) હોય છે અને તેમની વિચિત્ર પ્રવૃત્તિઓ જોઈને ખૂબ હસવું આવે છે. એટલા માટે લોકો તેને માત્ર જોતા જ નથી, પરંતુ તેને સંબંધીઓ અને મિત્રો સાથે પણ શેર કરે છે. હાલના દિવસોમાં આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચામાં છે. જેમાં એક કૂતરો તેના માલિક સાથે ડાન્સ કરતો જોવા મળે છે.
આજના સમયમાં લોકો કૂતરા અને બિલાડીને પાળતુ પ્રાણી તરીકે રાખવાનું સૌથી વધુ પસંદ કરે છે. કૂતરાની વાત કરીએ તો કૂતરો વફાદાર હોવાની સાથે સાથે ખૂબ જ ફની પણ હોય છે. તેનું ઉદાહરણ આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે. જ્યાં બે કૂતરા એક મહિલા સાથે અદ્ભુત ડાન્સ કરતા જોવા મળે છે. તેમાં જે રીતે મહિલા ડાન્સ કરે છે કૂતરા પણ તેને અનુસરવાનો પ્રયાસ કરે છે.
વીડિયોમાં બે બેલ્જિયન શેફર્ડ કૂતરા તેમની માલિકન સાથે રસ્તા પર જોવા મળે છે. મહિલા જે રીતે રોડ પર ડાન્સ કરી રહી છે. બંને કૂતરા સૌ પ્રથમ માલિકનો ડાન્સ સારી રીતે જુએ છે અને પછી તેને અનુસરવાનો પ્રયાસ કરે છે. મહિલા જે રીતે સ્ટેપ્સ કરે છે તેમ કૂતરાઓ પણ તેની સાથે સ્ટેપ્સ કરી રહ્યા છે. આ વીડિયો જોયા પછી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે કૂતરો તેના માલિકને નિઃસ્વાર્થપણે પ્રેમ કરે છે, જે આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.
Dancing with her sweet pups 🐶🥰
*Belgian Malinois 🐶🥰🙋♂️🤷♂️ pic.twitter.com/c5ecVBAAXG
— Templar⚔️ (@aTeXan575) September 13, 2022
આ વીડિયો ટ્વિટર પર @aTeXan575 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી ત્રીસ હજારથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. જેણે પણ આ વીડિયો જોયો છે તે કૂતરાની બુદ્ધિમત્તાના વખાણ કરી રહ્યો છે. ખાસ કરીને કૂતરા પ્રેમીઓને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે આ વીડિયોને શેર પણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ કૂતરાના ડાન્સને જોયા પછી વીડિઓ પર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.