Dog Viral Video : જાણી જોઈને પૂલમાં ડૂબતા પપીનો કૂતરાએ બચાવ્યો જીવ, વીડિયો જોઈને લોકો કર્યા બહાદુરીના વખાણ
ઘણીવાર લોકો કૂતરાને જોઈને ભૂલી જાય છે કે તે પણ એક જીવતું જાગતું પ્રાણી છે. તેની અંદર પણ માનવ જેવી લાગણીઓ છે. ઘણી વખત તેઓ માણસોની સાથે તેમના સાથી પ્રાણીઓના જીવ બચાવવા (Dog Viral Video) માટે પોતાનો જીવ પણ લગાવી દે છે.
સોશિયલ મીડિયા પર જાનવરોને લગતા વીડિયો દરરોજ (Animal Video) વાયરલ થાય છે, જેને યૂઝર્સ ખૂબ પસંદ કરે છે. ખાસ કરીને જો વીડિયો ડોગીનો હોય તો મામલો અલગ છે. શ્વાન (Dog) સૌથી મનમોહક પ્રાણી છે. ઘણીવાર તેઓ તેમની હરકતોથી અન્ય લોકોનું મનોરંજન કરે છે, પરંતુ કેટલીકવાર આ પ્રાણીઓ આવું કંઈક કરે છે. જે આપણને જીવનના મહાન પાઠ આપે છે. આવું જ કંઈક આ વીડિયોમાં જોવા મળ્યું.
ઘણીવાર લોકો કૂતરાને જોઈને ભૂલી જાય છે કે તે પણ એક જીવતું જાગતું પ્રાણી છે, તેની અંદર પણ માનવ જેવી લાગણીઓ છે. ઘણી વખત તેઓ માણસોની સાથે તેમના સાથી પ્રાણીઓના જીવ બચાવવા માટે પોતાનો જીવ પણ લગાવી દે છે. હવે સામે આવી રહેલી આ ક્લિપ જુઓ જ્યાં એક કૂતરાએ પોતાના મિત્રનો જીવ બચાવવા માટે પોતાના જીવની પણ પરવા ન કરી અને વિચાર્યા વગર સ્વિમિંગ પુલમાં કૂદીને પોતાના પાર્ટનરનો જીવ બચાવ્યો.
અહીં વીડિયો જુઓ……..
Adopted rescue dog saves pooch from drowning ❤️ pic.twitter.com/2HO7Vq9HHb
— Tansu YEĞEN (@TansuYegen) July 28, 2022
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ડોગી પાણીની કિનારે ચાલી રહ્યો છે અને અચાનક તેનો પગ લપસી જાય છે અને તે અચાનક સ્વિમિંગ પૂલના પાણીમાં પડી જાય છે અને તે પાણીની સાથે વહેવા લાગે છે. કૂતરાને જોઈને એવું લાગે છે કે તે ડૂબી જશે અને નાનો પપી તેના પગથી બહાર નીકળવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ જ સ્વિમિંગ પૂલ પાસે અન્ય એક કૂતરો પણ ઊભો જોવા મળે છે અને તેને ડૂબતો જોતાં જ તેને બચાવવા માટે તે પૂલમાં કૂદી પડે છે અને ખૂબ જ બુદ્ધિમત્તાથી આખરે આ નાના કૂતરાનો જીવ બચાવે છે.
આ વીડિયોને ટ્વિટર પર @TansuYegen નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખ્યા ત્યાં સુધી 12 લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે અને લોકો કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, આઈલા! આ ડોગી હીરો નીકળ્યો. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, આ કૂતરાએ કમાલ કરી બતાવી છે. આ સિવાય બીજા પણ ઘણા યુઝર્સે આ પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે.