Viral Video: ક્યાંથી આવે છે આ લોકો ! દેશી જુગાડનો આ વીડિયો જોઈ ફરી જશે તમારૂ મગજ, શખ્સે સ્કૂટીને બનાવી કાર?

કેટલાક લોકોની અંદર ટેલેન્ટ એટલી ભરેલી હોય છે કે વાત જ ન પૂછો. હવે જરા આ શખ્સને જુઓ. તેને દિમાગ લગાવી સ્કૂટીમાં એવો દેશી જુગાડ(Desi Jugaad) કર્યો છે કે જોઈને તમે કહેશો વાહ.

Viral Video: ક્યાંથી આવે છે આ લોકો ! દેશી જુગાડનો આ વીડિયો જોઈ ફરી જશે તમારૂ મગજ, શખ્સે સ્કૂટીને બનાવી કાર?
Desi jugaad Viral VideoImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2022 | 3:02 PM

આ દિવસોમાં દેશી જુગાડ(Desi Jugaad)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે, જેને જોયા પછી વિશ્વાસ કરો તમારું મગજ પણ ઘૂમી જશે. બાય ધ વે, કેટલાક લોકોની અંદર ટેલેન્ટ એટલી ભરેલી હોય છે કે વાત જ ન પૂછો. હવે જરા આ શખ્સને જુઓ. તેને દિમાગ લગાવી સ્કૂટીમાં એવો દેશી જુગાડ કર્યો છે કે જોઈને તમે કહેશો વાહ. વાસ્તવમાં, છોકરાએ જુગાડ દ્વારા સ્કૂટી(Scooty)ના એક્સિલરેટરને પગ નજીક ફીટ કરી દીધું છે, જેથી ડ્રાઇવિંગ કરતી વખતે તમને બિલકુલ કાર જેવો અનુભવ થશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ સ્કૂટી ચલાવતો જોવા મળી રહ્યો છે. મજાની વાત એ છે કે તે હાથ વડે એક્સિલેટ આપવાને બદલે પગના સહારે સ્કૂટીને વેગ આપી રહ્યો છે. વાસ્તવમાં, શખ્સે જુગાડ દ્વારા પગ પાસે એક્સિલરેટર ખસેડ્યું છે. જેના કારણે તે સ્કૂટીને કારની જેમ ચલાવી રહ્યો છે. વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે તે ભારતનો નથી. વીડિયોની શરૂઆતમાં, તે વ્યક્તિ એ પણ બતાવે છે કે કેવી રીતે તેણે સેલોટેપ દ્વારા એક્સિલરેટરને તેના પગ સુધી લંબાવ્યું છે. જો કે, તે કેટલું સફળ થશે તે જાણી શકાયું નથી, પરંતુ લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

શખ્સના આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર rising.tech નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેને 48 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. ત્યારે ઘણા લોકોએ આ પર તેમની પ્રતિક્રિયા નોંધાવી છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, હવે તેને ભારતના રસ્તાઓ પર લાવો, ભાઈ. ત્યારે અન્ય યુઝર કહે છે કે આ સમયના બગાડ સિવાય બીજું કંઈ નથી. અન્ય એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે કે, લોકો કંઈ પણ કરી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">