આ રેસ્ટોરન્ટને દાદાગીરી કરવી ભારે પડી, સાડી પહેરેલી મહિલાને એન્ટ્રી ન આપનાર આ રેસ્ટોરન્ટને લાગ્યા તાળા

થોડા દિવસો અગાઉ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. જેમાં એક મહિલાએ કહ્યું હતું કે તેણે સાડી પહેરી હોવાથી તેને રેસ્ટોરન્ટમાં પ્રવેશ આપવામાં ન આવ્યો.

આ રેસ્ટોરન્ટને દાદાગીરી કરવી ભારે પડી, સાડી પહેરેલી મહિલાને એન્ટ્રી ન આપનાર આ રેસ્ટોરન્ટને લાગ્યા તાળા
Delhi Restaurant (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 8:14 PM

New Delhi: દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને (South Delhi Municipal Corporation) સાડી પહેરેલી મહિલાને રેસ્ટોરન્ટમાં પ્રવેશ ન આપવા બદલ આ રેસ્ટોરન્ટને નોટિસ પાઠવી છે, કારણ કે આ રેસ્ટોરન્ટ લાયસન્સ વગર ચાલી રહી હતી. જો કે રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યુ હતુ કે, તેણે આ રેસ્ટોરન્ટ બંધ કરી દીધી છે.

રેસ્ટોરન્ટને તાત્કાલિક ધોરણે  બંધ કરવા નિર્દશ

SDMCના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના એન્ડ્રુઝ ગંજમાં અંસલ પ્લાઝામાં આવેલી અકીલા રેસ્ટોરન્ટને (Akila Restaurant) બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, કારણ કે તે લાયસન્સ વગર કાર્યરત હતી. આ નોટિસમાં 24 સપ્ટેમ્બરના રોજ રેસ્ટોરન્ટને બંધ કરવાની નોટિસ આપવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ રેસ્ટોરન્ટે જાહેર જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો હતો

ઉપરાંત રેસ્ટોરન્ટ જાહેર જમીન પર પણ ગેરકાયદેસર કબજો કર્યો હતો. ત્યારે એસડીએમસી દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. 24 સપ્ટેમ્બરના રોજ જ્યારે પબ્લિક હેલ્થ ઈન્સ્પેક્ટરે (Public Health Inspector) ફરીથી આ સ્થળનું નિરીક્ષણ કર્યું, ત્યારે જાણવા મળ્યું કે આ રેસ્ટોરન્ટ હજુ ચાલુ છે.

બાદમાં આ નોટિસ આપીને 48 કલાકની અંદર રેસ્ટોરન્ટ બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, તેમજ આ નોટિસમાં કહેવામાં આવ્યુ હતુ કે જો સમયાનુસાર આ રેસ્ટોરન્ટ બંધ કરવામાં નહીં આવે તો કોઈપણ નોટિસ આપ્યા વિના રેસ્ટોરન્ટ સીલ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

રેસ્ટોરન્ટને લાગ્યા તાળા

જો કે રેસ્ટોરન્ટના માલિકે 27 સપ્ટેમ્બરે આ નોટિસના જવાબમાં જણાવ્યું હતું કે આ રેસ્ટોરન્ટ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે એક સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક મહિલાએ જણાવ્યુ હતુ કે તેણે સાડી પહેરી હોવાથી તેને રેસ્ટોરન્ટમાં એન્ટ્રી આપવામાં ન આવી.

સાડી પહેરેલી મહિલાને એન્ટ્રી ન આપતા લાઈસન્સ થયુ રદ્દ

ઉપરાંત આ વીડિયોમાં મહિલાએ જણાવ્યુ હતુ કે જ્યારે તે તેની દિકરીનો જન્મદિવસ ઉજવવા માટે રેસ્ટોરન્ટમાં પહોંચી ત્યારે તેને કહેવામાં આવ્યુ કે તમે સાડી પહેરી હોવાથી રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરી શકો નહીં. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ રેસ્ટોરન્ટનું લાયસન્સ (License) રદ્દ કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચો: એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીને ભારતીય વાયુસેનાના વડા તરીકે નિયુક્ત કરાયા, RKS ભદૌરિયાની જગ્યાએ નિયુક્તિ, જાણો તેમના વિશે

આ પણ વાંચો:  મની લોન્ડરિંગ કેસમાં કૈલાશ ગાયકવાડની વધી મુશ્કેલી, EDએ સમન્સ મોકલતા પુછપરછ માટે થયા હાજર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">