ડેવિડ વોર્નરને ચડ્યો ફિલ્મ Pushpaનો ફિવર, સોશિયલ મીડિયા પર શેર કર્યો શાનદાર વીડિયો

ડેવિડ વોર્નર (Australia opener david warner)નો એક ફની વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે અલ્લુ અર્જુનના લુકમાં જોવા મળી રહ્યો છે.

ડેવિડ વોર્નરને ચડ્યો ફિલ્મ Pushpaનો ફિવર, સોશિયલ મીડિયા પર શેર કર્યો શાનદાર વીડિયો
David Warner shared a funny video ( Image : Snap from Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 8:01 AM

આ સમયે સોશિયલ મીડિયા પર જો કોઈ ફિલ્મ અને ગીતોને લઈને સૌથી વધુ દિવાના હોય તો તે અલ્લુ અર્જુનની ફિલ્મ (Pushpa: The Rise) ‘પુષ્પા’ છે. આ જ કારણ છે કે આ એક્શન ફિલ્મના ગીત પર કોઈને કોઈ રીલ વીડિયો વાયરલ થતા રહે છે. જો તમને લાગે છે કે આ ફિલ્મનો ફિવર ફક્ત ભારતના લોકોને જ ચડ્યો છે તો તમે બિલકુલ ખોટા છો કારણ કે હાલમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરે (David Warner) સોશિયલ મીડિયા પર ‘પુષ્પા’નો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે એક્ટર અલ્લુ અર્જુન (Allu Arjun)ની ભૂમિકા ભજવી હતી. જેમાં અલ્લુ અર્જુનના ચહેરા પર પોતાનો ચહેરો રાખ્યો છે.

વોર્નરે તેના ઈન્સ્ટાગ્રામ પર અલ્લુ અર્જુનના લુકમાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ‘ફેસ સ્વેપ’ની મદદથી પોતાનો ચહેરો મૂક્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શન લખ્યું હતું કે, ‘કાશ હું એક્ટિંગને આટલું સરળ બનાવી શકું.’ આ સાથે તેણે આ વીડિયોમાં અભિનેતા અલ્લુ અર્જુનને ટેગ કર્યા છે. તેના વીડિયો પર 52 લાખથી વધુ લાઈક્સ આવી ચૂકી છે, જ્યારે 72 હજારથી વધુ કોમેન્ટ્સ કરવામાં આવી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સોશિયલ મીડિયા યુઝર્સ અને તેમના ફેન્સ તેમની આ સ્ટાઇલને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે લોકોએ આના પર પોત-પોતાની પ્રતિક્રિયા પણ આપી. એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું, ‘એપિક હૈ ભાઈ.’જ્યારે બીજા યુઝરે લખ્યું કે તમારે ક્રિકેટ છોડીને એક્ટિંગ શરૂ કરવી જોઈએ. જ્યારે બીજા યુઝરે લખ્યું કે, ‘તમારી એક્ટિંગ એટલી શાનદાર છે કે તમે પુષ્પા 2 માટે ઓડિશન આપી શકો છો.

આપને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી કે આ પહેલા પણ વોર્નરે આ ફિલ્મના કોઈ ગીત પર પોતાનો વીડિયો શેર કર્યો હોય. એવું લાગે છે કે વોર્નરને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. તેની દીકરીઓએ તેના ડાન્સનો વીડિયો પણ શેર કર્યો છે. તેલુગુ ફિલ્મો પ્રત્યેના તેના લગાવનું એક કારણ એ પણ હોઈ શકે છે કે તે લાંબા સમયથી સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)નો ખેલાડી છે, હૈદરાબાદમાં તેના લાખો ચાહકો છે.

આ પણ વાંચો: Viral: ચિપ્સ માટે બાળકીએ ગજબની ટ્રીક અજમાવી, લોકો બોલ્યા ‘હવે સ્કૂલ ખૂલી જાય તો સારૂ’

આ પણ વાંચો: અરીસો જોઈ બિલાડી એવી તે ભડકી કે કર્યું કંઈક આવું, ફની વીડિયો થયો Viral

g clip-path="url(#clip0_868_265)">