Viral: ચિપ્સ માટે બાળકીએ ગજબની ટ્રીક અજમાવી, લોકો બોલ્યા ‘હવે સ્કૂલ ખૂલી જાય તો સારૂ’

હાલ એક છોકરીનો ફની વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળકીએ ચિપ્સ ખરીદવાનું એવું દિમાગ લગાવ્યું કે જેને જોઈને તમે પણ એક ક્ષણ માટે ચોંકી જશો.

Viral: ચિપ્સ માટે બાળકીએ ગજબની ટ્રીક અજમાવી, લોકો બોલ્યા 'હવે સ્કૂલ ખૂલી જાય તો સારૂ'
Image Source: Snap from Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 7:29 AM

ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કોઈને કોઈ વીડિયો વાઈરલ (Viral Video) થાય છે. સોશિયલ મીડિયા (Social Media) પર દરરોજ પ્રાણીઓથી લઈને નાના બાળકો સુધીના વીડિયો વાયરલ થતા રહે છે. આમાંથી કેટલાક વીડિયો એટલા રમુજી છે કે તે આપણને હસાવી દે છે, જ્યારે આમાંથી કેટલાક વીડિયો એટલા ચોંકાવનારા છે કે આપણે વિચારમાં પડી જઈએ છીએ. આજકાલ કંઈક આવું જ વાયરલ થઈ રહ્યું છે. તે જોયા પછી તમે પણ કદાચ એક ક્ષણ માટે વિચારમાં પડી જશો.

ઘણીવાર એવું જોવા મળે છે કે મોલ કે શોપિંગ કોમ્પ્લેક્સમાં પહોંચતાની સાથે જ બાળકો ચિપ્સ, કેન્ડી ખાવાની જીદ કરવા લાગે છે અથવા તેને પોતાની બાસ્કેટમાં રાખવા લાગે છે. ઘણી વખત મોટા ભાગના માતા-પિતા બાળકોની જીદ પૂરી કરી દે છે, જ્યારે કેટલાક માતા-પિતા બાળકોની માંગને નજરઅંદાજ કરે છે. પરંતુ હાલ એક બાળકી જેનો વીડિયો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. જેમાં તેની માતાએ પણ છોકરીની જીદ સામે ઘૂંટણ ટેકવવા પડ્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળકી તેની માતા સાથે કોઈ દુકાનમાં ખરીદી કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે ચિપ્સનું પેકેટ ઉપાડીને ટોપલીમાં મૂક્યું અને તેની માતાને તે ખરીદવા કહ્યું. જેના પર માતાએ ના પાડી અને ચિપ્સનું પેકેટ પાછું રાખવાનું કહ્યું. માતાના ઇનકાર પછી છોકરીએ તેના દાંતથી પેકેટ ફાડી નાખ્યું અને તેને ફરીથી ટોપલીમાં મૂકી દીધું. બાળકીની આ યુક્તિ જોઈને માતા પણ હચમચી ગઈ અને હવે તેની પાસે ચિપ્સ ખરીદવા સિવાય કોઈ વિકલ્પ નથી.

છોકરીની આ ટ્રીક લોકોને ખૂબ પસંદ આવી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, ‘છોકરી ખૂબ જ સ્માર્ટ છે. તેણે પોતાની હોંશિયારીથી પોતાની મનપસંદ ચિપ્સ લીધી.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ છોકરીની હોંશિયારીએ મારું દિલ જીતી લીધું છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ છોકરીનું આઈક્યુ લેવલ આઈન્સ્ટાઈન જેવું છે.’ બીજા ઘણા યુઝર્સે આના પર ફની કમેન્ટ્સ કરી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને videolucu.funny નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કેપ્શન લખવામાં આવ્યું છે કે ‘અભિનંદન, બાળકોને શાળાએ મોકલવાનું વ્યર્થ નથી’.

આ પણ વાંચો: અરીસો જોઈ બિલાડી એવી તે ભડકી કે કર્યું કંઈક આવું, ફની વીડિયો થયો Viral

આ પણ વાંચો: આ વ્યક્તિના ડાન્સ સ્ટેપ્સ જોઈ સારા-સારા ડાન્સરોને વળી જાય પરસેવો, જુઓ આ જબરદસ્ત Viral વીડિયો

g clip-path="url(#clip0_868_265)">