નદી પાર કરવાના ચક્કરમાં ખતરનાક મગરોનો શિકાર થયા હરણ, વીડિયો જોઈ હચમચી જશો
એક વીડિયો (Crocodiles Attacks Video)આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેમાં કેટલાક હરણ પોતે જ પોતાનો મોતના મુખમાં જાય છે અને પછી પોતાનો જીવ ગુમાવે છે.
તમે કહેવત સાંભળી હશે કે ‘આ બેલ મુજે માર’. તેનો મતલબ જાણી જોઈને મુશ્કેલીમાં પડવું એવો થાય છે. વાસ્તવમાં કેટલાક લોકોનો સ્વભાવ એવો હોય છે કે તેઓ હંમેશા જાણીજોઈને કોઈને કોઈ આફત નોતરે છે. ક્યારેક તેઓ બિનજરૂરી રીતે બીજાના ઝઘડામાં પડી જાય છે તો ક્યારેક તેઓ જાણીજોઈને પોતાનો જીવ જોખમમાં મૂકે છે. આવું માત્ર માણસો સાથે જ નહીં, પરંતુ વિવિધ પ્રકારના પ્રાણીઓ સાથે પણ થાય છે. આવો જ એક વીડિયો (Crocodiles Attacks Video)આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેમાં કેટલાક હરણ પોતે જ પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને પછી પોતાનો જીવ ગુમાવે છે.
વાસ્તવમાં નદી પાર કરવાની ચક્કરમાં હરણ ખતરનાક મગરનો શિકાર બને છે. એવું નથી કે મગરો તેના પર હુમલો કરે છે, પરંતુ તે પોતે મગરના મોંમા જાય છે. આ વીડિયો જોયા પછી તમને ‘આ બેલ મુજે માર’ કહેવત ચોક્કસ યાદ આવશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક મગર પાણીમાં તરી રહ્યાં છે તો કેટલાક હરણ નદીની પેલે પાર ઉભા છે.
તે નદી પાર કરવા માંગે છે, પરંતુ મગરના ડરથી પાણીમાં પ્રવેશતા નથી. આમાં કેટલાક હરણ એવા પણ છે, જે બહાદુરી દેખાડીને નદીમાં ઉતરવાની કોશિશ કરે છે. પછી શું, મગરો તરત જ તેમના પર હુમલો કરે છે અને તેમનો શિકાર કરે છે. આ નજારો ખૂબ જ ભયાનક છે, કારણ કે જીવ બચાવવાના ચક્કરમાં એકસાથે અનેક હરણો મગરનો ખોરાક બની જાય છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @natureisbruta1 નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 19 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 16 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે.
— Nature is Brutal (@natureisbruta1) September 30, 2022
લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોએ તેને ‘Suicide squad’ નામ આપ્યું છે, કારણ કે હરણ જાણીજોઈને મગરના ચુંગાલમાં ફસાઈ જાય છે અને તેમનો ખોરાક બની જાય છે.