AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Touch Video : ગાય ‘માતા’નું છલકાયું ‘માતૃત્ત્વ’, ભૂખથી પીડાતા ગલુડિયાને આપ્યું દૂધ, મમતાથી ભરેલો જૂઓ Beautiful Video

એવું કહેવાય છે કે માતા 'માતા' હોય છે, તે ક્યારેય પોતાના કે બીજાના બાળકોને ભૂખ્યા નથી જોઈ શકતી. આ બાબતો માત્ર માણસોને જ નહીં પણ પ્રાણીઓને (Animal) પણ લાગુ પડે છે. આ દિવસોમાં એક એવો જ વીડિયો લોકોમાં ચર્ચામાં છે, જેમાં એક ગાય ભૂખથી પીડાતા ગલુડિયાને (Puppies) પોતાનું દૂધ પીવડાવી રહી છે.

Heart Touch Video : ગાય 'માતા'નું છલકાયું 'માતૃત્ત્વ', ભૂખથી પીડાતા ગલુડિયાને આપ્યું દૂધ, મમતાથી ભરેલો જૂઓ Beautiful Video
Cow Viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 7:05 AM
Share

ઇન્ટરનેટ પર આમ તો ઘણા વીડિયો આવતા રહે છે. જે આપણા હૃદયને સ્પર્શી જાય (Heart Touch Video) છે. પરંતુ જ્યારે પણ માતાને લગતો વીડિયો આવે છે ત્યારે તે આપણને રડાવી દે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે તમારી માતાને ગળે લગાડી જશો. કારણ કે આ વીડિયો હાસ્ય લાવશે કે નહી, તે તો ખબર નથી પણ તે તમને ભાવુક જરૂર કરી દેશે. આવો જ એક વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા પછી તમારો દિવસ પણ બની જશે.

એવું કહેવાય છે કે માતા ‘માતા’ હોય છે. તે ક્યારેય પોતાના કે બીજાના બાળકોને ભૂખ્યા નથી જોઈ શકતી. આ બાબતો માત્ર માણસોને જ નહીં પણ પ્રાણીઓને પણ લાગુ પડે છે. આ દિવસોમાં એક એવો જ વીડિયો લોકોમાં ચર્ચામાં છે જેમાં એક ગાય ભૂખથી પીડાતા ગલુડિયાને પોતાનું દૂધ પીવડાવી રહી છે. આ વીડિયોને માત્ર યુઝર્સ જ પસંદ નથી કરી રહ્યા. લોકો આ ક્લિપને જોરદાર શેર પણ કરી રહ્યા છે.

અહીં ‘માતા’ના ‘માતૃત્ત્વ’નો વીડિયો જુઓ….

વાયરલ થઈ રહેલા વીડિયોને જોતા એવું લાગે છે કે એક ગાય ગલુડિયાને દૂધ પીવડાવતી જોવા મળી રહી છે. જેની માતાનું જન્મ થતાં જ મૃત્યુ થઈ ગયું છે. જે રીતે એકદમ શાંત બેસીને ગાયનું દૂધ પીતા ગલુડિયાઓ તેને પોતાની માતા સમજતા હતા, ગાયે પણ એ જ સ્નેહથી તેમને સાથ આપ્યો. જાણે અબોલ પ્રાણીઓએ એકબીજાની લાગણીઓને વાંચી હોય.

આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. જેની સાથે તેણે ખૂબ જ ક્યૂટ કેપ્શન આપ્યું છે. સમાચાર લખાય છે ત્યાં સુધી 36 હજારથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે અને લોકો કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું, મા તો મા હોય છે. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, દુનિયામાં એક જ માતા છે જે બાળકોનું દર્દ સમજી શકે છે.

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">