AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોર્પોરેટનું સત્ય: મેટરનિટી લીવ પછી પણ રજા જોઈએ? રિઝાઈન કરી દો…. હાલમાં જ માતા બનેલી એમ્પ્લોઈએ કહ્યો અનુભવ

કોર્પોરેટ જોબ કરનારી મમ્મીઓ માટે નોકરી કરવી આસાન નથી હોતી. તાજેતરમાં જ માતા બનેલી એક મહિલાએ આ સત્ય પરથી પરદો ઉંચક્યો છે. મેટરનિટી લીવ બાદ રજાઓ વધારવાને લઈને તેની HR સાથે વાત થઈ હતી. પરંતુ જવાબ એવો હતો જાણે તેને રિઝાઈન કરવા માટે કહેવામાં આવ્યુ હોય.

કોર્પોરેટનું સત્ય: મેટરનિટી લીવ પછી પણ રજા જોઈએ? રિઝાઈન કરી દો.... હાલમાં જ માતા બનેલી એમ્પ્લોઈએ કહ્યો અનુભવ
| Updated on: May 20, 2026 | 1:54 PM
Share

બાળકના જન્મ બાદ પણ કરિયર ને એટલો જ સમય અને ડેડિકેશન આપવુ દરેક મમ્મીઓ માટે સરળ નથી હોતુ. પરંતુ જો ઓફિસમાંથી યોગ્ય સપોર્ટ મળે તો તેની કેરિયરની ગતિ અટકતી નથી. આ સાથે બાળકનું ધ્યાન રાખવુ પણ ઘણુ મુશ્કેલ હોય છે.  કોર્પોરેટ સેક્ટરમાં નવી માતાઓ માટે કામ કરવુ કોઈ સંઘર્ષથી ઓછુ નથી હોતુ.

મધરહુડ માટે કોર્પોરેટ જગતનું સત્ય

એક વીડિયોમાં શ્રીવલ્લીએ (નામ બદલ્યુ છે)  તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ વીડિયો શેર કર્યો છે. ટાઈટલ આપ્યુ છે મધરહુડ માટે કોર્પોરેટની સચ્ચાઈ. તે કહે છે કે આજે HR નો ફોન આવ્યો હતો કે તમારી મેટરનિટી લીવ 2 જૂન એ પૂરી થઈ રહી છે. તો શું પ્લાન છે. જેના પર શ્રીવલ્લીએ કહ્યુ કે મારા બાળકની પ્રિમેચ્યોર ડિલિવરી થઈ છે તો મને એક કે બે મહિનાની લીવ વધુ જોઈએ છે. એ પણ વિધાઉટ પેમેન્ટ. એટલે કે કપાત પગારે..

15 દિવસની મળી શકે… કદાચ

શ્રીવલ્લી ને HR દ્વારા કહેવામા આવ્યુ કે એવી તો કંપનીની કોઈ પોલિસી નથી. જે બાદ શ્રીવલ્લી કહ્યુ કે 1 મહિનાની પણ મળી જાય તો સારુ રહેશે. પરંતુ HR નું કહેવુ છે કે 15 દિવસની મળી શકે. પરંતુ સિનિયરને પૂછવુ પડશે.

રિઝાઈન માટે પૂછ્યુ

શ્રીવલ્લીને લાગે છે કે તેને રિઝાઈન માટે પૂછી લીધુ. વાતોવાતોમાં તેને પૂછવામાં આવ્યુ કે જો રિઝાઈન કરવુ પડે તો તમારે નોટિસ પિરીયડ સર્વ કરવો પડશે. શ્રીવલ્લી કહે છે કે કોર્પોરેટ તમારા માટે એવી પરિસ્થિતિ ઉભી કરે છે કે તમે રિઝાઈન કરી દો. કારણ કે જો હું કોઈ પેમેન્ટ વિના લીવ લઈ રહી છુ અને સ્ટાફ પણ પુરો છે તો શું મુશ્કેલી હોઈ શકે.

વીડિયો જોઈને લોકો કોર્પોરેટમાં નવી જ બનેલી મમ્મીની સ્થિતિ પર વાત કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યુ છે કે મેટરનિટી લીવ પછી ઓફિસમાં અલગ રીતે ટ્રીટ કરે છે. એક યુઝર કહે છે જોબ ન છોડીશ, બાળક અને કેરિયર બંને જરૂરી છે.

Garud Puran: મૃત્યુની બરાબર 5 મિનિટ પહેલા માણસને શું દેખાય છે? જાણો ગરુડ પુરાણનું ચોંકાવનારુ રહસ્ય

Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
g clip-path="url(#clip0_868_265)">