AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIH Pro League : ભારતે પાકિસ્તાનને ફરી હરાવી 7-1થી ચટાડી ધૂળ, હોકીમાં ભારતીય ટીમની ઐતિહાસિક જીત !

એફઆઈએચ (IFH) પ્રો લીગમાં ભારતીય પુરુષ હોકી ટીમે પાકિસ્તાનને ફરી એકવાર હાર આપી છે. અગાઉ 4-3થી જીત્યા બાદ આ વખતે ભારતીય ટીમે 7-1ના મોટા અંતરથી મેચ પોતાના નામે કરી. અગાઉ 23 જૂને, ભારતીય ટીમે પાકિસ્તાનને 4-3 થી હરાવ્યું હતું.

FIH Pro League : ભારતે પાકિસ્તાનને ફરી હરાવી 7-1થી ચટાડી ધૂળ, હોકીમાં ભારતીય ટીમની ઐતિહાસિક જીત !
FIH Pro LeagueImage Credit source: FIH Pro League
| Updated on: Jun 27, 2026 | 7:55 AM
Share

ભારતીય પુરુષ હોકી ટીમે શુક્રવારે 26 જૂનના રોજ લંડનના લી વેલી હોકી અને ટેનિસ સેન્ટર ખાતે રમાયેલી FIH પ્રો લીગ મેચમાં તેમના કટ્ટર હરીફ પાકિસ્તાનને 7-1 થી મોટા માર્જિનથી હરાવ્યું. મેચના પહેલા ક્વાર્ટરમાં થોડા સમય માટે ભારતીય ટીમ પાછળ હતી. ભારતીય ટીમે જબરદસ્ત વાપસી કરી કે પાકિસ્તાનની ટીમ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ. ભારતની જીતમાં સુખજીત, હરમનપ્રીત, હાર્દિક, જુગરાજ, અભિષેક, રાજ કુમાર પાલ અને દિલપ્રીત સિંહે એક-એક ગોલ કર્યા હતા. સ્ટાર મિડફિલ્ડર હાર્દિક સિંહને મિડફિલ્ડમાં તેના શક્તિશાળી રમત માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. અગાઉ, 23 જૂને, ભારતીય ટીમે પાકિસ્તાનને 4-3 થી હરાવ્યું હતું.

શરૂઆતના ઝટકા બાદ ભારતની જબરદસ્ત વાપસી

બંને ટીમોએ મેચની આક્રમક શરૂઆત કરી હતી. રમતના પ્રથમ 90 સેકન્ડમાં જ મનદીપ સિંહની શાનદાર દોડના કારણે ભારતને પ્રથમ પેનલ્ટી કોર્નર મળ્યો હતો. પરંતુ ટીમ તેને ગોલમાં ફેરવી શકી નહોતી. બીજી તરફ કાઉન્ટર એટેકની રણનીતિ સાથે રમતી પાકિસ્તાનની ટીમને 13મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો. જેને તેમના કેપ્ટન અબૂ બકર મહમૂદે ડ્રેગ-ફ્લિક દ્વારા ગોલમાં ફેરવ્યો. પ્રથમ ક્વાર્ટર પૂર્ણ થતાં પાકિસ્તાન 1-0થી આગળ હતું.

બીજા ક્વાર્ટરમાં હરમનપ્રીત અને સુખજીતનો કમાલ

બીજા ક્વાર્ટરમાં, ભારતીય ટીમે લાંબા અને સચોટ પાસિંગ સાથે મેચને સંપૂર્ણપણે પલટી નાખી. 18મી મિનિટે પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો જ્યારે અલી ગઝનફરનો પાસ તેના જ સાથી અહમદ નદીમના ચહેરા પર વાગતાં તેને મેદાનની બહાર જવું પડ્યું. ભારતે આ તકનો લાભ લીધો. 20મી મિનિટે મળેલા પેનલ્ટી કોર્નર પર હરમનપ્રીત સિંહની જોરદાર ડ્રેગ-ફ્લિકને સુખજીત સિંહે ચતુરાઈપૂર્વક ડિફ્લેક્ટ કરીને ગોલમાં ફેરવી સ્કોર 1-1થી બરાબર કર્યો. ત્યારબાદ 26મી મિનિટે મળેલા વધુ એક પેનલ્ટી કોર્નરને હરમનપ્રીત સિંહે સીધો ટોપ લેફ્ટ કોર્નરમાં ફટકારી ભારતને 2-1ની લીડ અપાવી.

બીજા હાફમાં ગોલનો વરસાદ

બીજા હાફમાં, ભારતીય ફોરવર્ડ લાઇન પાકિસ્તાન પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ ધરાવતી હતી. ભારતે સતત બે પેનલ્ટી કોર્નર મેળવ્યા. જેમાંથી બીજા પેનલ્ટી સ્ટ્રોકને પેનલ્ટી સ્ટ્રોક આપવામાં આવ્યો. હાર્દિક સિંહે કોઈ ભૂલ કર્યા વગર તેને ગોલમાં ફેરવ્યો. ત્યારબાદ પાકિસ્તાનના એક પેનલ્ટી કોર્નરને રોક્યા બાદ ભારતે ઝડપી કાઉન્ટર એટેક કર્યો. દિલપ્રીત સિંહ અને સુખજીત સિંહના શાનદાર સંકલન બાદ બોલ જુગરાજ સિંહ સુધી પહોંચી. જેમણે ગોલ કરીને ભારતની લીડ 4-1 કરી.

41મી મિનિટે સારા ફોર્મમાં રહેલા સુખજીતે વધુ એક તક ઊભી કરી અને બોલ અભિષેકને આપ્યો. જેણે દોડતા-દોડતા ફિલ્ડ ગોલ ફટકારી સ્કોર 5-1 કર્યો. 44મી મિનિટે રાજ કુમાર પાલે પણ ગોલ કર્યો. ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં પણ ભારતનો દબદબો યથાવત રહ્યો. 54મી મિનિટે દિલપ્રીત સિંહે ગોલ કર્યો. ભારતનો સાતમો ગોલ નોંધાવ્યો અને 7-1ની ઐતિહાસિક જીત થયી. આ જીત સાથે ભારતીય ટીમે સંપૂર્ણ 3 પોઇન્ટ્સ પોતાના નામે કર્યા.

આ પણ વાંચો, Breaking News: આયર્લેન્ડ સામેની હાર બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે સ્વીકારી મોટી ભૂલ, આપ્યું મોટું નિવેદન

Follow Us
"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ
અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ
ગુજરાત હાઇકોર્ટ બોમ્બ ધમકી કેસમાં સાયબર ક્રાઈમને 'મોટી સફળતા'
ગુજરાત હાઇકોર્ટ બોમ્બ ધમકી કેસમાં સાયબર ક્રાઈમને 'મોટી સફળતા'
ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી
ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
g clip-path="url(#clip0_868_265)">