Pakistan: ટી 20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાને જાત બતાવી, ભારત વિરૂદ્ધ કર્યુ આ ઘૃણાસ્પદ કૃત્ય , ICC કાર્યવાહી કરી શકે છે

TV9 GUJARATI

|

Updated on: Oct 08, 2021 | 12:00 PM

ભારત આ ટુર્નામેન્ટનું વાસ્તવિક યજમાન છે. આવી સ્થિતિમાં પાકિસ્તાને વિશ્વ સામે પોતાની જાતને શરમજનક બનાવ્યું છે. BCCI અને ICC તેની પર કાર્યવાહી કરી શકે છે.

Pakistan: ટી 20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાને જાત બતાવી, ભારત વિરૂદ્ધ કર્યુ આ ઘૃણાસ્પદ કૃત્ય , ICC કાર્યવાહી કરી શકે છે
t20 world cup jersey

t20 world cup : પાકિસ્તાન ક્રિકેટ ટીમનું શરમજનક કૃત્ય ટી 20 વર્લ્ડ કપ પહેલા સામે આવ્યું છે.પાકિસ્તાને તેની ટી 20 વર્લ્ડ કપ જર્સી પર ટુર્નામેન્ટના લોગોમાંથી ભારતનું નામ હટાવી દીધું છે.

તમને જણાવી દઈએ કે, ભારત 2021 ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup)ની યજમાની કરી રહ્યું છે, પરંતુ કોરોના વાયરસ (Corona virus)ના કારણે તેને યુએઈમાં શિફ્ટ કરવામાં આવ્યું છે.

PAK ની ટીમે ભારતને લઈને આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું

ભારત આ ટુર્નામેન્ટનું વાસ્તવિક યજમાન છે. આવી સ્થિતિમાં પાકિસ્તાને (Pakistan)વિશ્વ સામે પોતાની જાતને શરમજનક બનાવ્યું છે. તાજેતરમાં આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમોએ પોતાની જર્સી દર્શાવવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાને યજમાન દેશ ભારતનું નામ લખ્યા વગર આ જર્સી પર UAE લખ્યું છે.

નિયમો અનુસાર ભારતનું નામ હોવું જરૂરી છે.

આઈસીસી (ICC )ના નિયમો અનુસાર, આઈસીસી ટુર્નામેન્ટમાં તમામ ટીમોએ તેમની ટીર્શટની જમણી બાજુએ ટુર્નામેન્ટના નામ સાથે યજમાન દેશનું નામ અને વર્ષ લખવું જરૂરી છે. આ અર્થમાં, ‘આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ ઈન્ડિયા 2021’ (ICC Men’s T20 World Cup India)અહીં લખવાનું હતું, પરંતુ પાકિસ્તાને અહીં ભારતને બદલે યુએઈ લખ્યું છે.

ICC કાર્યવાહી કરી શકે છે

જો કે પાકિસ્તાને હજુ સુધી સત્તાવાર રીતે તેની વર્લ્ડ કપ જર્સી પ્રદર્શિત કરી નથી, પરંતુ જો તે જ જર્સી દર્શાવે છે, તો BCCI અને ICC તેની સામે કાર્યવાહી કરી શકે છે. આગામી ટી 20 વર્લ્ડ કપ માટે બિનસત્તાવાર રીતે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની જર્સી પ્રદર્શિત કરવામાં આવી રહી છે. તેના પર ભારતને બદલે UAE લખેલું છે.

પાકિસ્તાનના ઘૃણાસ્પદ કૃત્ય અંગે ચર્ચાઓ તેજ થઈ

તેના કારણે પાકિસ્તાન (Pakistan)ના આ ઘૃણાસ્પદ કૃત્ય અંગે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ રહી છે. હવે તે જોવું રસપ્રદ રહેશે કે શું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સુપર 12 ની શરૂઆત પહેલા આ મામલે કોઈ સત્તાવાર કાર્યવાહી કરે છે કે ફેરફાર કરે છે. ભારત અને પાકિસ્તાનની ટીમો 24 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે. 2 વર્ષ બાદ બંને ફરી એક વખત ICC ટુર્નામેન્ટમાં સામ -સામે થશે.

આ પણ વાંચો : IPL 2021: ધોની રન બનાવવામાં કેમ રહ્યો ફ્લોપ, રન બનાવવા ભૂલી ગયો કે પછી છ વર્ષ જૂની બિમારી ફરી લાગુ પડી ગઇ !

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati