Lakhimpur Kheri Latest Updates: લખીમપુર કેસમાં DGPનાં દેખરેખ હેઠળની 9 સદસ્યની ટીમની રચના કરવામાં આવી, આશિષ મિશ્રા ધરપકડની બીકથી નેપાળ ભાગ્યો હોવાની આશંકા

Lakhimpur Kheri Latest Updates: યુપી સરકાર આજે સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ એનવી રમણાની બેન્ચ સમક્ષ લખીમપુર ખેરી કેસમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરશે. આ સ્ટેટસ રિપોર્ટમાં, સરકાર દ્વારા લેવામાં આવેલા તમામ પગલાં વિશે ટોચની અદાલતને જાણ કરવામાં આવશે. આ રિપોર્ટમાં આરોપીના નામે નોંધાયેલી FIR નો પણ ઉલ્લેખ કરવામાં આવશે. યુપી સરકાર પીડિતોને આપવામાં આવેલા વળતર, કમિશનની રચના સહિત […]

Lakhimpur Kheri Latest Updates: લખીમપુર કેસમાં DGPનાં દેખરેખ હેઠળની 9 સદસ્યની ટીમની રચના કરવામાં આવી, આશિષ મિશ્રા ધરપકડની બીકથી નેપાળ ભાગ્યો હોવાની આશંકા
9-member team formed under DGP's supervision in Lakhimpur case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 11:32 AM

Lakhimpur Kheri Latest Updates: યુપી સરકાર આજે સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ એનવી રમણાની બેન્ચ સમક્ષ લખીમપુર ખેરી કેસમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરશે. આ સ્ટેટસ રિપોર્ટમાં, સરકાર દ્વારા લેવામાં આવેલા તમામ પગલાં વિશે ટોચની અદાલતને જાણ કરવામાં આવશે. આ રિપોર્ટમાં આરોપીના નામે નોંધાયેલી FIR નો પણ ઉલ્લેખ કરવામાં આવશે. યુપી સરકાર પીડિતોને આપવામાં આવેલા વળતર, કમિશનની રચના સહિત તમામ પગલાં વિશે કોર્ટને જાણ કરશે. પોલીસની તપાસ અને આરોપીની ધરપકડ અંગે સરકાર કોર્ટ સમક્ષ પણ પોતાનો પક્ષ રજૂ કરશે. 

યુપી સરકાર પીડિતોને આપવામાં આવેલા વળતર, કમિશનની રચના સહિત તમામ પગલાં વિશે કોર્ટને જાણ કરશે. પોલીસની તપાસ અને આરોપીની ધરપકડ અંગે સરકાર કોર્ટ સમક્ષ પણ પોતાનો પક્ષ રજૂ કરશે. લખીમપુર ખેરીમાં 5 દિવસ બાદ ઈન્ટરનેટ સેવા પુન:સ્થાપિત કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચાએ ગુરુવારે લખીમપુર ખેરી હિંસા કેસમાં આગળની યોજના બનાવવા માટે આજે એક બેઠક જાહેર કરી છે.

લખીમપુર કેસમાં ડીજીપીએ 9 સભ્યોની દેખરેખ સમિતિની રચના કરી છે. ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલ સમિતિના ચેરમેન અને ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલ લખીમપુર ખેરી પોલીસ લાઈન સ્થિત ક્રાઈમ બ્રાંચની ઓફિસ પહોંચ્યા છે. 

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

લખીમપુર-ખેરી હિંસા કેસના આરોપી, ગૃહ રાજ્યમંત્રીના પુત્ર આશિષ મિશ્રા હજુ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પહોંચ્યા નથી. પોલીસે સમન્સ જારી કરીને સવારે 10 વાગ્યે હાજર થવાનો સમય આપ્યો હતો. 

લખીમપુર ખેરી હિંસા કેસના આરોપી આશિષ મિશ્રાને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે શુક્રવારે સવારે 10 વાગ્યે તેમના નિવેદન નોંધવા માટે તેમની ઓફિસમાં બોલાવ્યા હતા, પરંતુ હજુ સુધી આશિષ મિશ્રા કે તેમના વકીલ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પહોંચ્યા નથી. તે હવે ઓફિસ પહોંચશે કે નહીં તે અંગે પણ શંકા છે. તે જ સમયે, જો સૂત્રોનું માનીએ તો, સમાચાર પણ આવી રહ્યા છે કે આશિષ નેપાળ ભાગી ગયો છે. જોકે હજુ સુધી આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. 

સાથે જ ડીજીપીએ આ મામલે 9 સભ્યોની નિરીક્ષણ સમિતિની રચના કરી છે. DIG ઉપેન્દ્ર અગ્રવાલ સમિતિના અધ્યક્ષ છે. તે જ સમયે, તમને જણાવી દઈએ કે ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલ લખીમપુર ખેરી પોલીસ લાઈન સ્થિત ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પહોંચ્યા છે, પરંતુ આશિષ હજુ સુધી ઓફિસ પહોંચ્યા નથી. 

લખીમપુર ખેરીમાં 5 દિવસ બાદ ઈન્ટરનેટ સેવા પુન:સ્થાપિત કરવામાં આવી છે. લખીમપુર હિંસા બાદ નેટ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. બીજી બાજુ, સંયુક્ત કિસાન મોરચાએ ગુરુવારે લખીમપુર ખેરી હિંસા પર આગળની યોજના બનાવવા માટે આજે એટલે કે શુક્રવારે એક બેઠક યોજવાની જાહેરાત કરી હતી. SKM એ એક નિવેદનમાં કહ્યું છે કે તે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડની રાહ જોઈ રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">