Viral Video: તમે ક્યારેક હકીકતમાં તો ક્યારેક વીડિયોમાં દુર્ઘટનાના (Tragedy) ભયાનક દ્રશ્યો જોયા હશે. ઘણીવાર ગંભીર દુર્ઘટનામાં પણ કેટલાક લોકોનો જીવ બચી જતો જોવા મળે છે. તાજેતરમાં આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર સામે આવ્યો છે. જેમાં ક્ષણભરમાં એક પૂલ ધરાશાયી થઈ જાય છે, જેને કારણે અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. મળતી માહિતી મુજબ આ વીડિયો બ્રાઝિલનો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો બ્રિજ (Bridge) પરથી પગપાળા આવી રહ્યા છે. આ દરમિયાન પુલની નીચેથી પાણી વહેતુ જોવા મળી રહ્યુ છે. બ્રિજ પરથી પસાર થતાં લોકોને કલ્પના પણ નહી હોય કે ક્ષણવારમાં તેઓ મોતને ભેટી પડશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પુલ અચાનક જ ધરાશાયી થઈ જાય છે, તેના કારણે લોકો નદીના પાણીમાં તણાઈ જાય છે. આ ભયાનક દ્રશ્યો જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.
View this post on Instagram
વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક નાના બાળકો સહિત ઘણા લોકો ક્ષણભરમાં પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ જાય છે. જ્યારે એક માણસ રસ્તાનો ખૂણો પકડીને ભાગવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ પ્રવાહમાં તે પણ બચી શકતો નથી. આ ભયાનક દ્રશ્યો જોઈને આસપાસના લોકો પણ મદદ માટે ભાગતા જોવા મળી રહ્યા છે. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી @memewala news પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : Funny Video: ભેંસ સાથે મસ્તી ભારે પડી ! ગુસ્સે થયેલી ભેંસે આન્ટીજીના હાલ કર્યા બેહાલ
આ પણ વાંચો : Video : નાની બાળકીએ બાહુબલી સોંગ પર કર્યો ગજબનો ક્લાસિકલ ડાન્સ, એક્સપ્રેશન જોઈને યુઝર્સ પણ મંત્રમુગ્ધ થયા