AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુલ્હા-દુલ્હનનો આ રોમેન્ટિક વીડિયો જોઈને તમારા ચહેરા પર પણ આવી જશે સ્મિત, જુઓ આ હૃદયસ્પર્શી વીડિયો

હાલના દિવસોમાં એક એવો વીડિયો (Bride Viral Video)સામે આવ્યો છે, જેને જોયા પછી તમે પણ સમજી જશો કે પ્રેમ (Viral Video) મુકમ્મલ થવો શું કહેવાય છે.

દુલ્હા-દુલ્હનનો આ રોમેન્ટિક વીડિયો જોઈને તમારા ચહેરા પર પણ આવી જશે સ્મિત, જુઓ આ હૃદયસ્પર્શી વીડિયો
Bride Viral VideoImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2022 | 4:59 PM
Share

કહેવાય છે કે જો આપણે કોઈ વસ્તુને દિલથી ઈચ્છીએ છીએ, તો તેને તમને મળાવા આખી કાયનાત લાગી જાય છે. આ લાઈનો પ્રેમીઓ માટે વપરાય છે. જો કે પ્રેમમાં પડવું સુંદર છે, પરંતુ પ્રેમ સાથે લગ્ન એ અત્યાર સુધીની શ્રેષ્ઠ લાગણી હોય છે. આ કોઈ સપનાથી ઓછું નથી હોતું. હાલના દિવસોમાં એક એવો વીડિયો (Bride Viral Video)સામે આવ્યો છે, જેને જોયા પછી તમે પણ સમજી જશો કે પ્રેમ (Viral Video) મુકમ્મલ થવો શું કહેવાય છે.

આજના લગ્નોમાં, દુલ્હા-દુલ્હન નવા ટ્રેન્ડને અનુસરે છે. આ દરમિયાન, તેમની કેટલીક વસ્તુઓ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થાય છે, ખાસ કરીને જો લગ્ન લવ + અરેંન્જ હોય, તો દુલ્હા-દુલ્હનની અપેક્ષાઓ વધી જાય છે. તેથી, લગ્નમાં ઘણી વખત આ લોકો કંઈક એવું કરે છે જે લોકોમાં ચર્ચાનો વિષય બની જાય છે. હવે આ વીડિયો જ જુઓ જ્યાં એક દુલ્હો અને દુલ્હન બેઠેલા જોવા મળે છે. આ દરમિયાન બંને એવી કેટલીક હરકતો કરે છે, જેને જોઈને તમે પણ એ જ કહેશો- ભાઈ વાહ! પ્રેમ હોય તો આવો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે મંડપમાં બેઠા હતા ત્યારે દુલ્હો અને દુલ્હન નૈન મટક્કા કરવા લાગ્યા અને તેમની આંખોમાં રોમાન્સ જોવા મળ્યો. સૌથી પહેલા દુલ્હન ઈશારા કરે છે. જ્યારે દુલ્હન ઈશારો કરે છે, ત્યારે દુલ્હો પણ પોતાની જાતને કાબૂમાં રાખી શકતો નથી અને તે પણ તેને દિલથી જોવા લાગે છે. આ પછી, બંને વચ્ચે તેમની આંખોમાં વાતો શરૂ થાય છે અને તે જ રીતે દુલ્હો તેની દુલ્હનના વખાણ કર્યા, તેની આંખો જોઈને લાગતું હતું કે દુલ્હો તેના ભાવિ જીવનસાથી પર ફિદા થઈ ગયો છે.

દુલ્હા-દુલ્હનનો આ રોમેન્ટિક વીડિયો જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે. લગ્નના મંડપમાં જ દુલ્હા-દુલ્હન જે રીતે દુનિયા ભૂલીને એકબીજામાં ખોવાઈ જાય છે, તે ખરેખર હૃદયસ્પર્શી છે. આ વીડિયો ખરેખર અદ્ભુત છે, જેને લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર wedlookmagazine નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી તેને સેંકડો લાઈક્સ અને કોમેન્ટ્સ મળી ચુકી છે.

g clip-path="url(#clip0_868_265)">