Funny: હીરોપંતી પડી ભારે, ખાટલા પર સ્ટંટના ચક્કરમાં છોકરાની હાલત થઈ ખરાબ, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો

ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Videos) થતા હોય છે, જેમાં બાળકો કે યુવાનો વિવિધ સ્ટંટ કરીને લોકોને ચોંકાવતા રહે છે અને જ્યારે સ્ટંટ નિષ્ફળ જાય છે ત્યારે તેઓ પણ હસીને લોટપોટ થતા હોય છે.

Funny: હીરોપંતી પડી ભારે, ખાટલા પર સ્ટંટના ચક્કરમાં છોકરાની હાલત થઈ ખરાબ, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો
Boy fell while doing stunt (Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 6:49 AM

આજકાલ લોકો કંઈક નવું અને અનોખું કરવાની હરીફાઈ કરી રહ્યા છે. ખાસ કરીને યુવાનો આવા પરાક્રમો બતાવતા જોવા મળે છે, જેને જોઈને આશ્ચર્ય થાય છે. હવે નાના બાળકો પણ વિવિધ સ્ટંટ (Stunt)અને કરતબો બતાવતા જોવા મળે છે. જો કે કેટલીકવાર કેટલાક પરાક્રમ નિષ્ફળ જાય છે અને જ્યારે આવું થાય છે, ત્યારે સ્ટંટ કરનાર વ્યક્તિને ઈજા થાય છે, આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Videos)થતા હોય છે, જેમાં બાળકો કે યુવાનો વિવિધ સ્ટંટ કરીને લોકોને ચોંકાવતા રહે છે અને જ્યારે સ્ટંટ નિષ્ફળ જાય છે ત્યારે તેઓ પણ હસીને લોટપોટ થતા હોય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોતા જ તમને હસવું આવી જશે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરો સ્ટંટ કરીને હીરોપંતી બતાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ જ્યારે તેનો સ્ટંટ નિષ્ફળ જાય છે, ત્યારે તે તે ઉંધા માથે પડી જાય છે. વાસ્તવમાં, એક ખાટલો ઉભો રાખવામાં આવે છે અને છોકરો તેના પગની મદદથી તેના ઉપરથી કૂદવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે પોતાની જાતને સંતુલિત કરી શકતો નથી. આવી સ્થિતિમાં, ખાટલો નીચે પડે છે, અને તે ઉંધા માથે જમીન પર પડે છે. જે રીતે તે પડ્યો, તે જોતા લાગે છે કે તેને ઘણી ઈજા થઈ હશે. જો કે છોકરો ઘાયલ થયો છે, પરંતુ લોકોને આ વીડિયો ઘણો ફની લાગી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર preetsoe2 નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 8.5 મિલિયન એટલે કે 85 લાખ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 4 લાખ 79 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કોઈએ લખ્યું છે કે ભાઈના ચશ્મા તૂટી ગયા તો કોઈએ લખ્યું છે કે ભાઈનું માથું તૂટી ગયું. એક યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું છે કે, ‘મોં ની કંઈ પડી નથી ભાઈને’.

આ પણ વાંચો: Viral Video : આરામદાયક માળો બનાવવા માટે પક્ષીએ કરી આ યુક્તિ, વીડિયો જોઈને લોકોએ કહ્યું- ‘આને કહેવાય નેચરલ હેરકટીંગ’

આ પણ વાંચો: Viral: માણસોની જેમ લડતા નજરે પડ્યા ઉંદર, સીસીટીવીમાં કેદ થયો Funny Video

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">