AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : ભાજપના આ ધારાસભ્યને ખેડુતે મંચ પર મારી થપ્પડ, ઘટનાનો વીડિયો થયો વાયરલ

BJP સદરના ધારાસભ્ય પંકજ ગુપ્તા એક કાર્યક્રમને સંબોધિત કરવા ઉન્નાવ પહોંચ્યા હતા. આ દરમિયાન એક ખેડૂતે મંચ પર જ ધારાસભ્યને થપ્પડ મારી દીધ હતી.

Video : ભાજપના આ ધારાસભ્યને ખેડુતે મંચ પર મારી થપ્પડ, ઘટનાનો વીડિયો થયો વાયરલ
BJP MLA Pankaj gupta slapped by a farmer
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 6:19 PM
Share

Viral Video : ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ભાજપના ધારાસભ્ય પંકજ ગુપ્તાને (Pankaj Gupta) એક ખેડૂતે સ્ટેજ પર થપ્પડ મારી દીધી હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા(Social Media)  પર વાયરલ થઈ રહ્યો છે. ખેડૂતના (Farmer) આ કૃત્યથી સ્થળ પર હાજર તમામ લોકો ચોંકી ગયા હતા. બાદમાં સ્થળ પર હાજર પોલીસકર્મી (Police) ખેડૂતને પકડીને પોતાની સાથે લઈ ગયા હતા.

કાર્યક્રમને સંબોધિત કરવા ઉન્નાવ પહોંચ્યા હતા ધારાસભ્ય

તમને જણાવી દઈએ કે, BJP સદરના ધારાસભ્ય પંકજ ગુપ્તા એક કાર્યક્રમને સંબોધિત કરવા ઉન્નાવ પહોંચ્યા હતા. તેઓ સ્ટેજ પર બેઠા હતા. આ દરમિયાન એક ખેડૂત સ્ટેજ પર પહોંચ્યો અને મંચ પર જ ધારાસભ્યને થપ્પડ મારી દીધી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.

જુઓ વીડિયો

સમાજવાદી પાર્ટીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા

મળતી માહિતી મુજબ ઉન્નાવ સદરના બીજેપી ધારાસભ્ય પંકજ ગુપ્તા એક જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. ચારેબાજુ ભાજપ સરકાર ઝિંદાબાદના નારા લાગ્યા હતા. આ દરમિયાન એક ખેડૂત સ્ટેજ પર પહોંચ્યો અને બીજેપી ધારાસભ્ય પંકજ ગુપ્તાને ખેંચીને થપ્પડ મારી દીધી. આ ઘટનાને લઈને રાજકારણ ગરમાયુ છે.

સમાજવાદી પાર્ટીના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી લખવામાં આવ્યુ છે કે, ઉન્નાવના બીજેપી ધારાસભ્ય પંકજ ગુપ્તાને જાહેર સભામાં ખેડૂતે સ્ટેજ પર જ જાહેરમાં થપ્પડ મારી હતી, આ થપ્પડ ખેડુતની નથી. BJP ધારાસભ્ય. પરંતુ તે યુપીની ભાજપ શાસિત આદિત્યનાથ સરકારની નીતિઓ, કુશાસન અને તાનાશાહીના મોઢા પર થપ્પડ છે…!

આ પણ વાંચો : Uttar Pradesh Election Date 2022: ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાનું મતદાન, પરિણામ 10 માર્ચે આવશે

આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેરને લઈને શું છે તૈયારીઓ ? આ રાજ્યની હાઈકોર્ટે સરકાર પાસે માગ્યો રિપોર્ટ

g clip-path="url(#clip0_868_265)">