Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bird Viral Video : કાગડાની ચતુરાઈએ જીતી લીધા લોકોના દિલ, મનમોહક વીડિયો જોઈને યાદ આવી ‘The Thirsty Crow’ની સ્ટોરી

The Thirsty Crow Story : આ દિવસોમાં કાગડાનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાગડો તેની તરસ છીપાવવા માટે તેના મગજનો ઉપયોગ કરતાં નજરે પડે છે. કાગડાની ચતુરાઈ જોઈને લોકોને બાળપણમાં વાંચેલી વાર્તા યાદ આવી રહી છે.

Bird Viral Video : કાગડાની ચતુરાઈએ જીતી લીધા લોકોના દિલ, મનમોહક વીડિયો જોઈને યાદ આવી ‘The Thirsty Crow’ની સ્ટોરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 10:05 AM

The Thirsty Crow Story : ઈન્ટરનેટ પર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. ખાસ કરીને પશુ-પક્ષીઓને લગતા વીડિયોની વાત જ કંઈક બીજી છે. ઘણી વખત આપણે તેને જોઈને હસીએ છીએ, જ્યારે ઘણી વખત આપણે એવા લોકોને જોઈએ છીએ જે આપણને જીવનના પાઠ આપે છે. આજકાલ આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જ્યાં એક કાગડાએ એ રીતે પાણી પીધું, જેને જોઈને તમને પણ બાળપણમાં વાંચેલી વાર્તા યાદ આવી જશે.

આ પણ વાંચો : Bird Viral Video : આ લે લે…પક્ષીઓ માણસોની જેમ વોલીબોલ રમતા જોવા મળ્યા, વીડિયો જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

આજનું રાશિફળ તારીખ 04-03-2025
કવિ કુમાર વિશ્વાસની પુત્રી છે ફેશનિસ્ટા, તસવીરો પરથી નહીં હટે નજર
તુલસી માળા પહેરવાના ફાયદા જાણી ચોંકી જશો, પ્રેમાનંદ મહારાજે જણાવ્યા
Debt States : દેશના આ 10 રાજ્યો પર છે સૌથી વધુ દેવું, જાણો ગુજરાત કયા નંબરે ?
ઈરફાન પઠાણની પત્ની સફા બેગ ઈફ્તારમાં શું ખાય છે?
Jioનો ધમાકેદાર પ્લાન ! માત્ર 11 રુપિયામાં મળશે 10GB ડેટા

જેમ આપણે બધા જાણીએ છીએ કે કાગડો એક બુદ્ધિશાળી પક્ષી છે. તમે બાળપણમાં એક વાર્તા વાંચી હશે કે જ્યાં એક તરસ્યો કાગડો ઘડા પાસે પહોંચે છે પરંતુ ઘડામાં પાણી ખૂબ ઓછું હોય છે. પરંતુ તે પોતાના મગજનો ઉપયોગ કરે છે અને પાણી પીવે છે પરંતુ તમે આજ સુધી ફક્ત આ વાર્તા જ સાંભળી હશે, પરંતુ આ દિવસોમાં જે વીડિયો સામે આવ્યો છે. તેમાં તમે આ વાર્તાને સાચી બનતી જોઈ શકો છો. જ્યાં એક કાગડો કાંકરાનો ઉપયોગ કરીને પાણી પીતો જોવા મળે છે.

અહીં, વીડિયો જુઓ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઘાસના મેદાનમાં એક બોટલ પડી છે, જેમાં માત્ર થોડું પાણી જ છે. આ દરમિયાન એક કાગડાની નજર તેના પર પડે છે અને તે ત્યાં જ અટકી જાય છે અને તેની તરસ છીપાવવા લાગે છે. બોટલમાં પાણીનું સ્તર ઘણું ઓછું છે. આવી સ્થિતિમાં તે ઘણી કોશિશ કરે છે પરંતુ તે પોતાની ચાંચને પાણી સુધી પહોંચાડી શકતો નથી. આ પછી તે કાંકરાનો સહારો લે છે અને તેમાં નાખવાનું શરૂ કરે છે. જેના કારણે પાણી આપોઆપ ઉપર આવે છે અને તે પોતાની તરસ છીપાવે છે.

આ વીડિયો ટ્વિટર પર @TansuYegen નામના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી 32 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને 7 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ ક્લિપ જોયા બાદ યુઝર્સ તેના પર કોમેન્ટ કરીને પોત-પોતાના ફીડબેક આપી રહ્યા છે. આ ક્લિપ જોઈને ઘણા લોકોને બાળપણની વાત યાદ આવી ગઈ છે, તો ઘણા લોકોએ આ કાગડાને બુદ્ધિશાળી ગણાવ્યો છે.

 ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

 વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">