Bird Viral Video : આ લે લે…પક્ષીઓ માણસોની જેમ વોલીબોલ રમતા જોવા મળ્યા, વીડિયો જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
તમે આવો કોઈ વીડિયો ભાગ્યે જ જોયો હશે, જેમાં પક્ષીઓ માણસોની જેમ વોલીબોલ (Volleyball) રમતા જોવા મળે છે. આ રમુજી અને શાનદાર વીડિયોને ડૉ. વિવેક બિન્દ્રાએ સોશિયલ મીડિયા (Social media) પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને પૂછ્યું છે કે 'મને કહો કે કઈ ટીમ જીતશે?'.
તમે વોલીબોલની (Volleyball) રમત જોઈ હશે અને કદાચ રમી પણ હશે. તે એક ટીમ ગેમ છે, જે મોટા બોલ અને નેટ વડે રમાય છે. નેટની બંને બાજુ જુદી-જુદી ટીમો હોય છે, જેના ખેલાડીઓ નેટ લાઇન પર બોલને ફટકારે છે અને તેને જમીન પર છોડવાનો પ્રયાસ કરે છે. આ રમત ખૂબ જ રોમાંચક છે, જે ઘણા લોકોને ગમે છે, પરંતુ શું તમે ક્યારેય પક્ષીઓને વોલીબોલ રમતા જોયા છે? હા, આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક નાના પક્ષીઓ માણસોની જેમ વોલીબોલ રમતા જોવા મળે છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે મધ્યમાં એક નાનકડી જાળી છે, જેની બંને બાજુ વિવિધ રંગના પક્ષીઓ એટલે કે ખેલાડીઓ હાજર છે. એક ટીમમાં બે પક્ષીઓ છે, જ્યારે બીજી ટીમમાં ત્રણ છે. પછી તેમની રમત શરૂ થાય છે. એક પક્ષી તેની ચાંચ વડે બોલ જેવી દેખાતી વસ્તુને ઉપાડે છે અને બીજી બાજુ ફેંકી દે છે, જેને બીજી બાજુનું પક્ષી તેની ચાંચ વડે ઉપાડે છે અને પછી તેને તેમની તરફ ફેંકી દે છે. ક્યારેક એવું બને છે કે બંને બાજુના ‘ખેલાડીઓ’ એક જ સમયે નેટ પર આવે છે અને વીજળીની ઝડપે બોલને એકબીજા તરફ ફેંકી દે છે. વોલીબોલ રમતા પક્ષીઓનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.
જુઓ કેવી રીતે પક્ષીઓ મજા સાથે રમે છે……
आपको क्या लगता है इन दोनों में से कौन-सी टीम खेल जीतेगी?#wednesdaythought #WednesdayMotivation #VolleyBall #ViralVideo #Trending Video: Madeyousmile pic.twitter.com/X1OgrGWOy5
— Dr. Vivek Bindra (@DrVivekBindra) September 7, 2022
તમે આવો કોઈ વીડિયો ભાગ્યે જ જોયો હશે, જેમાં પક્ષીઓ માણસોની જેમ વોલીબોલ રમતા જોવા મળે છે. આ રમુજી અને અદભૂત વીડિયોને ડૉ. વિવેક બિન્દ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘તમને લાગે છે કે કઈ ટીમ આ રમત જીતશે?’.
11 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 43 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું છે કે-ખેલદિલી જીતશે, તો બીજા યુઝરે લખ્યું છે કે, ‘જીતશે એ, જે અંત સુધી જીતની આશા સાથે રમશે, પછી તે જીવન હોય કે રમત’.