ભગવાનના ચમત્કારને પારખવા બાંકે બિહારી મંદિર પહોંચેલા મુસ્લિમ વ્યક્તિને એક જ મૂર્તિમાં થયા 33 કરોડ દેવી-દેવતાઓના દર્શન
એક મુસ્લિમ વ્યક્તિ પહેલીવાર બાંકે બિહારી મંદિરમાં ગયા તો, ઠાકુરજીની મૂર્તિ આગળ ઉભા રહીને કહ્યું કે લોકો પથ્થરની મૂર્તિને ભગવાન સમજીને પૂજે છે. તો જો તમારામાં એવી કોઈ શક્તિ છે, તો કોઈ ચમત્કાર કરીને બતાવો. જે બાદ આ વ્યક્તિને આ પથ્થરની મૂર્તિમાં 33 કરોડ દેવી-દેવતાઓના દર્શન થયા.

ઉત્તર પ્રદેશના મથુરાના વૃંદાવનમાં આવેલા બાંકે બિહારી મંદિરમાં દરરોજ લાખો ભક્તો ઠાકુરજીના દર્શન કરવા આવે છે. બાંકે બિહારી મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. ત્યારે આજે અમે તમને એક મુસ્લિમ વ્યક્તિએ ઠાકુરજીના ચમત્કારને વિશે કરેલી વાત વિશે જણાવીશું.
મુસ્લિમ વ્યક્તિએ વિડીયોમાં જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ પહેલીવાર બાંકે બિહારી મંદિરમાં ગયા તો, ઠાકુરજીની મૂર્તિ આગળ ઉભા રહીને કહ્યું કે લોકો પથ્થરની મૂર્તિને ભગવાન સમજીને પૂજે છે. તો જો તમારામાં એવી કોઈ શક્તિ છે, તો કોઈ ચમત્કાર કરીને બતાવો. જે બાદ આ વ્યક્તિને આ પથ્થરની મૂર્તિમાં 33 કરોડ દેવી-દેવતાઓના દર્શન થયા અને આશ્ચર્ય તો ત્યારે થયું કે તેમને ખુદાના દર્શન પણ આ જ મૂર્તિમાં થયા.
