AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી જનરેટ થયેલા ભારતીય કપલના ફોટો થયા વાયરલ, બંગાળી કપલને જોઈ દંગ રહી ગયા યુઝર્સ

Artificial intelligence એટલે કૃત્રિમ બુદ્ધિ માનવ મનની સમસ્યાનું નિરાકરણ અને નિર્ણય લેવાની ક્ષમતાઓની નકલ કરવા માટે કમ્પ્યુટર અને મશીનોનો લાભ લેવો. આ ટેકનોલોજીની મદદથી તૈયાર થયેલા કેટલા ફોટોસ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી જનરેટ થયેલા ભારતીય કપલના ફોટો થયા વાયરલ, બંગાળી કપલને જોઈ દંગ રહી ગયા યુઝર્સ
Bangali couple in a wedding looksImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2023 | 11:07 PM
Share

સોશિયલ મીડિયા પર રોજ અનેક વિચિત્ર, રમૂજી અને ભયાંનક ફોટો-વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક ફોટો-વીડિયો એટલા વિચિત્ર હોય છે કે તેને લોકો માંડમાંડ સમજી શકે છે. સોશિયલ મીડિયા પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી જનરેટ થયેલા અનેક ફોટો ભૂતકાળમાં સામે આવ્યા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી આદિમાનવના ફોટો પણ જનરેટ કરવામાં આવ્યા હતા. જે ભૂતકાળમાં ખુબ વાયરલ થયા હતા. હાલમાં આવા જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી જનરેટ કરવામાં આવેલા ભારતીય કપલોના લગ્નનો લુક વાયરલ થઈ રહ્યા છે.

ભારતમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પરંપરા અનુસાર લગ્ન કરવામાં આવે છે. લગ્નમાં દુલ્હા-દુલ્હનના પોશાક પણ ખાસ અને અલગ હોય છે. સોશિયલ મીડિયા પર હાલમાં બંગાળી, બિહારી અને પંજાબી કપલના લગ્નના લુકના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી જનરેટ થયેલા ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ બધા ફોટોમાં બંગાળી કપના ફોટોએ સૌનું ધ્યાન ખેંચ્યુ છે, કારણ કે આ બંગાળી કપલના હાથમાં માછલી પણ જોવા મળે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી જનરેટ થયેલા આ ફોટોએ સૌને દંગ કરી દીધા હતા.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી જનરેટ કરવામાં આવેલા ફોટો

આ વાયરલ ફોટોસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ ટ્વિટસ ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ટ્વિટ ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ટ્વિટસને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ ફોટોસ પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ ભાઈ વાહ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર જબરદસ્ત. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, અદ્દભુત, અવિશ્વનિય અને અકલ્પનીય .

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી જનરેટથી મળેલા આ ફોટોસને સોશિયલ મીડિયા પર ખુબ શેયર કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેના પર જાતજાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">