Viral Video: ચા પીવા ડ્રાઈવરે અચાનક રોકી દીધી બસ, ડ્રાઈવરની હરકત ચાના ચાહકો વચ્ચે થઈ વાયરલ

Bus driver Viral Video: સોશિયલ મીડિયા પર હાલમાં બસ ડ્રાઈવરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બસ ડ્રાઈવરની હરકતોને કારણે આ વીડિયો ચાના ચાહકો વચ્ચે ઘણો વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: ચા પીવા ડ્રાઈવરે અચાનક રોકી દીધી બસ, ડ્રાઈવરની હરકત ચાના ચાહકો વચ્ચે થઈ વાયરલ
Bus driver Viral VideoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2023 | 9:39 PM

આપણી દુનિયામાં ચાના ચાહકોની અછત નથી. ભારતમાં જ કરોડો લોકો માટે ચા તેમનું પ્રિય પીણું હોય છે. ચાના શોખીન લોકો માટે ચાથી વધારે કદાચ કંઈ જ નથી હોતુ. ચાના ચાહકો પાસે ચાનું મહત્વ સમજાવતા એટલા બધા શબ્દો હશે કે તેના પર એક આખી પુસ્તક લખી શકાય છે. ભારતમાં હજારો લોકો દિવસ, બપોર અને રાત્રે ત્રણેય સમયે ચાનો આનંદ માણતા હોય છે. ચાની ચુસ્કીઓ વચ્ચે આપણે ઘણી યાદો બનાવીએ છે અને જીવનભર યાદ રાખીએ છે. ચાની મદદથી મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળે છે. આ ચાના જ એક ચાહકનો એ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયો ચાના ચાહક એવા બસના ડ્રાઈવર દેખાઈ રહ્યો છે. દરેક શહેરમાં નાગરિકો માટે અનેક બસ ચલાવવામાં આવે છે. આ વીડિયોમાં એવી જ એક બસનો ડ્રાઈવર રસ્તા વચ્ચે અચાનક બસ રોકી દેતો જોવા મળ્યો હતો. તેને ચા પીવાની ખુબ ઈચ્છા થઈ રહી હતી. તેના બસના રુટમાં તેની પસંદની ચાની દુકાન આવી રહી હતી, તેથી ચાના ડ્રાઈવરે તરત બસ રોકીને દુકાનમાંથી ચા પાર્સલ લીધી હતી. આ આખી ઘટના જોઈ બસના યાત્રીઓ અને રસ્તા પરના સ્થાનિકો આશ્ચર્યચકિત થયા હતા અને અંતે ખડખડાટ હસ્યા પણ હતા. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જણાવા નથી મળ્યા પણ આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ મનોરંજન આપી રહ્યો છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

આ રહ્યો એ મજેદાર વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે વાહ હેવી ડ્રાઈવર છે આ તો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે આ ડ્રાઈવરની સ્થિતિને માત્ર ચાના ચાહકો જ સમજી શકે છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે 2023માં આવું ગણુ જોવા મળશે.

g clip-path="url(#clip0_868_265)">