AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહાભારતના યુદ્ધ દરમિયાન જો એ દિવસે સૂર્યગ્રહણ ન થયુ હોત તો અર્જુનના પ્રાણ ન બચત અને આત્મદાહ કરી લીધો હોત…

મહાભારતની કથામાં અર્જુન એક એવી પ્રતિજ્ઞા લી લે છે જેના કારણે તેના પ્રાણ પર આવી છે. તેનો જીવ દાંવ પર લગાવી દે છે. હતાશ અને નિરાશાથી ઘેરાયેલો અર્જુન અગ્નિ સમાધિ લેવાની તૈયારી જ કરતો હોય છે ત્યારે શ્રીકૃષ્ણ તેમને રોકે છે અને થોડી પળો રાહ જોવાનું કહે છે. ત્યારે જ એક એવી ઘટના બને છે જેનાથી અર્જુન ન માત્ર તેમની પ્રતિજ્ઞા પુરી કરી શકે છે પરંતુ તેમના પ્રાણ પણ બચી જાય છે. આવો જાણીએ મહાભારતની આ રોચક કથા વિશે.

મહાભારતના યુદ્ધ દરમિયાન જો એ દિવસે સૂર્યગ્રહણ ન થયુ હોત તો અર્જુનના પ્રાણ ન બચત અને આત્મદાહ કરી લીધો હોત...
| Updated on: Aug 14, 2025 | 5:16 PM
Share

મહાભારતની કથામાં અનેક પ્રતિજ્ઞાઓનો ઉલ્લેખ છે, પરંતુ એક એવી પણ પ્રતિજ્ઞા હતી, જેનાથી અર્જુને તેના જીવ પર દાંવ લગાવી દીધો હતો.પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે હતાશ અને નિરાશ અર્જુન આત્મદાહ કરવા માટે તૈયાર થઈ જાય છે. મહાભારતના મહાન ધનુર્ધારી યોદ્ધાઓમાં જે અર્જુનનું નામ લેવાતુ તે આત્મદાહ કરવા જઈ રહ્યો હતો. એજ સમયે એક એવી ઘટના ઘટે છે જેનાથી ન માત્ર અર્જુનની પ્રતિજ્ઞાનું માન જળવાય છે પરંતુ તેનો જીવ પણ બચી જાય છે. આ ઘટના સૂર્યગ્રહણની હતી. એ સમયે એવુ તો શું બન્યુ હતુ કે અર્જુને એવી પ્રતિજ્ઞા લેવી પડી, જેમાં તેમણે તેનુ જીવન દાંવ પર લગાવી દીધુ.

મહાભારતના યુદ્ધ દરમિયાન, કૌરવોએ એક મોટી ચાલાકી કરી. આ માટે, તેમણે એક ચક્રવ્યૂહ રચ્યો જેને ફક્ત અર્જુન જ તોડી શકે તેમ હતો. પરંતુ કૌરવો પોતાની યુક્તિથી અર્જુનને બીજી બાજુ લઈ ગયા અને અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવી દીધો. અર્જુનના પુત્ર અભિમન્યુ પણ એક કુશળ યોદ્ધા હતો. અભિમન્યુ જ્યારે તેની માતાના ગર્ભમાં હતો, ત્યારે તેણે ચક્રવ્યૂહમાં પ્રવેશવાની વાત સાંભળી હતી. તે ચક્રવ્યૂહના સાતેય ચરણમાં કેવી રીતે પહોંચવુ તે તો જાણતો હતો પરંતુ તે ચક્રવ્યુહને ભેદવાનું જાણતો ન હતો. અર્થાત, ચક્રવ્યુહમાંથી બહાર કેમ નીકળવુ તે અંગે તે જાણતો ન હતો. અભિમન્યુ જ્યારે માતા સુભદ્રાના ગર્ભમાં હતો અર્જુને ચક્રવ્યુહ ભેદવામાં પ્રવેશવા અંગે તેને જણાવ્યુ, પરંતુ જ્યારે તેઓ ચક્રવ્યુહ ભેદવાની વાત શરૂ કર્યુ તો સુભદ્રાને ઉંઘ આવી ગઈ અને અભિમન્યુ ચક્રવ્યુહને ભેદવાનું શીખી શક્યા નહીં.

આવી સ્થિતિમાં, અભિમન્યુ ચક્રવ્યૂહમાંથી બહાર ન આવી શક્યો અને ફસાઈ ગયો અને કૌરવોએ કપટથી અભિમન્યુને મારી નાખ્યો. જ્યારે અર્જુનને ખબર પડી કે આ કપટ પાછળ જળદ્રથ હતો તો તેણે એક એવી પ્રતિજ્ઞા લીધી જેનાથી પાંડવ છાવણીમાં ડરનો માહોલ ફેલાઈ ગયો. અર્જુને પ્રતિજ્ઞા લીધી કે જો સૂર્યાસ્ત પહેલા તેઓ જયદ્રથનો વધ ન કરે કરી શકે તો તે અગ્નિમાં સમાધિ લેશે. આ સાંભળી શ્રીકૃષ્ણ અને પાંડવોમાં હલચલ મચી ગઈ કે આવી આકરી પ્રતિજ્ઞા અર્જુને કેમ લીધી. કારણ કે તેઓ જાણતા હતા કે કૌરવો તેનો લાભ ઉઠાવશે જ.

અને થયુ પણ એવુ જ, કૌરવોને અર્જૂનની પ્રતિજ્ઞા વિશે ખબર પડતા જ તેમણે જયદ્રથને છુપાવી દીધો. તેઓ ફક્ત સૂર્યાસ્તની થવાની રાહ જોઈ રહ્યા હતા અને અર્જુને પણ આત્મહત્યા કરી લીધી હોત. સૂર્યાસ્ત થવાની તૈયારી હતી અને અર્જુનને જયદ્રથ ક્યાંય મળ્યો ન હતો. હવે અર્જુન પણ નિરાશ થવા લાગ્યો. તે સમયે અચાનક અંધકાર છવાઈ ગયો. બધાને લાગ્યું કે સૂર્યાસ્ત થઈ ગયો અને હવે કૌરવો અર્જુનને તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે કહેવા લાગ્યા. અર્જુન પણ પ્રતિજ્ઞાથી બંધાયેલો હતા. ત્યારે જ જયદ્રથ બહાર આવ્યો અને અર્જુન પર જોરથી હસવા લાગ્યો. પાંડવોની છાવણીમાં નિરાશા છવાઈ ગઈ હતી, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ મનોમન મંદ મંદ હસતા હતા. હૃદયમાં હસતા હતા.

શ્રીકૃષ્ણના સ્મિતનું કારણ એ હતું કે તે જાણતા હતા કે સૂર્ય હજી આથમ્યો નથી અને સૂર્યગ્રહણને કારણે સૂર્ય છુપાઈ ગયો હતો. કૃષ્ણે અર્જુનને થોડી રાહ જોવા કહ્યું. આ પછી, જ્યારે સૂર્યગ્રહણનો પ્રભાવ દૂર થયો, ત્યારે સૂર્ય ફરીથી દૃશ્યમાન થયો. સૂર્ય ફરીથી દેખાવા લાગ્યો અને ફરી બધે જ અજવાળુ થઈ ગયુ. આ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. સૂર્ય દેખાતાની સાથે જ શ્રી કૃષ્ણે અર્જુનને તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા કહ્યું. પછી અર્જુને જયદ્રથનો વધ કરીને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. આ રીતે, સૂર્યગ્રહણને કારણે મહાભારતમાં તે દિવસે અર્જુનનો પ્રાણ બચી ગયા.

રોજ નહાવાની આળસ આવે છે? હવે માર્કેટમાં આવશે નહાવાનું મશીન, જાપાને બનાવ્યુ હ્યુમન વોશિંગ મશીન- આવી રીતે કરે છે કામ- વાંચો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">