રોજ નહાવાની આળસ આવે છે? હવે માર્કેટમાં આવશે નહાવાનું મશીન, જાપાને બનાવ્યુ હ્યુમન વોશિંગ મશીન- આવી રીતે કરે છે કામ- વાંચો
જો તમને નહાવાની આળસ આવતી હોય તો જાપાનની કંપનીએ બનાવેલુ મશીન તમારા માટે આશીર્વાદ સાબિત થશે. જાપનની એક કંપનીએ વોશિંગ મશીન બનાવ્યુ છે, જેમાં તમે નહાશો નહીં પરતુ ખુદને ધોઈ શકશો. જાણો તમામ વિગતો.

જો એવું કહેવામાં આવે કે હવે નહાવાના દિવસો પૂરા થઈ ગયા છે તો કેવું લાગશે. ખરેખર, જાપાને મનુષ્યો માટે વોશિંગ મશીન બનાવ્યું છે. આનો અર્થ એ છે કે હવે તમે સ્નાન નહીં કરો પણ પોતાને ધોશો. જાપાન તેની અનોખી અને નવી ટેક્નિકલ શોધો માટે વિશ્વભરમાં જાણીતુ છે. જાપાનની શોધ સાથે વ્યક્તિગત સ્વચ્છતાનું (પર્સનલ હાઈજીન) ભવિષ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. જાપાનની આ શોધનું નામ મીરાઈ નિન્ગેન સેન્તાકુકી(Mirai Ningen Sentakuki) એટલે કે હ્યુમન વોશિંગ મશીન છે. ચાલો આ અદ્ભુત નવા મશીન વિશે વિગતવાર જાણીએ જે ભવિષ્યમાં નહાવાની જરૂરિયાતને જ સમાપ્ત કરી શકે છે.
માત્ર 15 મિનિટમાં શરીરને સાફ કરી દેશે
જે પ્રકારે તમે વોશિંગ મશીનમાં તમારા કપડાં ધુઓ છો અને મશીન આ સમગ્ર પ્રક્રિયા આપેલ પ્રોગ્રામ હેઠળ કરે છે, તેવી જ રીતે, હ્યુમન વોશિંગ મશીન મનુષ્યોને સાફ કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ મશીન ઓસાકાની સાયન્સ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. આ કંપનીનો દાવો છે કે માનવ વોશિંગ મશીન 15 મિનિટની પ્રક્રિયામાં ફક્ત શરીરને જ નહીં પરંતુ મનને પણ રિલેક્સ કરી દેશે. તે ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે જેમની પાસે ઘણીવાર સ્નાન જેવી વસ્તુઓ માટે ઓછો સમય હોય છે.
મશીન બોડીના બાયોલોજિકલ સિગ્નલ્સને વાંચીને તાપમાન એડજસ્ટ કરશે
આ મશીન દેખાવમાં એક કેપ્સ્યુલ જેવું છે. તેની આરપાસ આસાનીથી જોઈ શકાય છે. તમે તેને એક પારદર્શક કોકપીટ તરીકે પણ વિચારી શકો છો. સ્નાન કરનાર વ્યક્તિએ આ કોકપીટની અંદર આપેલી જગ્યામાં જઈને બેસવાનું હોય છે. આ પછી, મશીન ગરમ પાણીથી અડધું ભરાઈ જાય છે અને પછી જ્યારે આ મશીન શરૂ થાય છે, ત્યારે ખાસ સૂક્ષ્મ હવાના પરપોટાવાળા પાણીના જેટ ત્વચામાંથી ગંદકી દૂર કરે છે. આ મશીનની ખાસિયત એ છે કે સીટમાં ફીટ કરેલા ઇલેક્ટ્રોડ્સ શરીરના બાયોલોજિકલ સિગ્નલ્સ વાંચીને પાણીના તાપમાન અને દબાણને આપમેળે એડજસ્ટ કરી શકે છે. આવી સ્થિતિમાં, આ મશીન દ્વારા થનારી સફાાઈ આપણા નોર્મલી સ્નાન કરતા અનેક ગણી સારી હશે.
આ મશીનન માત્ર બોડીને નહીં પરંતુ માઈન્ડને પણ રિલેક્સ કરી દેશે
માણસો માટે વોશિંગ મશીન બનાવતી કંપનીનો દાવો છે કે આ મશીન ફક્ત શરીરને જ નહીં પરંતુ મનને પણ આરામ આપશે. આ મશીનમાં હાજર AI-સજ્જ સેન્સર સ્નાન કરનાર વ્યક્તિની લાગણીઓને સમજી શકશે અને શાંત અને સુંદર દ્રશ્યો બતાવશે. જેનાથી એ વ્યક્તિને શાંતિ આપશે. આ અંગે, કંપનીના ચેરમેન યાસુઆકી આઓયામા કહે છે કે “આ મશીન ફક્ત સફાઈ માટે જ નહીં પરંતુ સુખાકારીનો અનુભવ આપવા માટે પણ ડિઝાઇન કરવામાં આવ્યું છે.”
આ મશીનને ઓસાકા કાન્સાઈ એક્સપોમાં ડેબ્યૂ કરવામાં આવશે
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વિશ્વનું પ્રથમ હ્યુમન વોશિંગ મશીન નથી. આ પહેલા 1970માં,જાપાન વર્લ્ડ એક્સ્પોમાં સાન્યો ઇલેક્ટ્રિકે પ્રથમ માનવ વોશિંગ મશીન બનાવ્યું હતું. જોકે, તે સમયે તે બજારમાં આવી શક્યું ન હતું. હવે તેનું નવું વર્ઝન આધુનિક જરૂરિયાતો અનુસાર બનાવવામાં આવ્યું છે. મીડિયા અહેવાલ મુજબ, આ મશીન 2025માં ઓસાકા કાન્સાઈ એક્સ્પોમાં ડેબ્યૂ કરવામાં આવશે, જ્યાં 1000 લોકો તેની ટ્રાયલ કરી શકશે. કંપનીનું કહેવું છે કે ભવિષ્યમાં તેને નિવૃત્તિ ગૃહો (રિટાયરમેન્ટ હોમ) હોસ્પિટલો અને વ્યસ્ત વ્યાવસાયિકો (બિઝી પ્રોફેશનલ્સ) માટે પણ લાવવાની યોજના છે. જ્યારે તેને ઘરમાં વસાવી ઉપયોગમાં લઈ શકાય તેવા વર્ઝન પર પણ હાલ કામ ચાલી રહ્યુ છે.
