Funny Viral Video : મુઝે તો તેરી લત લગ ગઈ..! ફોન હાથમાં આવતાં જ વાનરે વીડિયો જોવાનું ચાલુ કર્યું, લોકો આપી રહ્યા છે ફની પ્રતિક્રિયા
વાનરનો એક ફની વીડિયો આ દિવસોમાં લોકોમાં ચર્ચામાં છે. જેમાં તે આનંદ સાથે રીલ્સ સ્ક્રોલ કરતો જોવા મળે છે. જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેઓ કહી રહ્યા છે કે હવે તેઓ પણ વ્યસની થઈ ગયા છે.
ઈન્ટરનેટની દુનિયામાં પ્રાણીઓના વીડિયોનો એક અલગ જ ક્રેઝ છે. આ વીડિયો એવા છે કે તે માત્ર આપણા મૂડમાં ચેન્જ કરે છે. આ જ કારણ છે કે જ્યારે પણ પ્રાણીઓને લગતા વીડિયો પર નજર પડે છે ત્યારે આંગળીઓ આપોઆપ સ્ક્રોલ કરવાનું બંધ કરી દે છે અને લોકો આ વીડિયોને ફોન અને ડેસ્કટોપમાં સેવ કરીને રાખીએ છીએ જેથી કરીને તે પછી આરામથી જોઈ શકાય. આવો જ એક વીડિયો પણ આ દિવસોમાં લોકોમાં ચર્ચામાં છે. જેને લોકો ન માત્ર જોઈ રહ્યા છે પણ જોરદાર શેર પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Funny video : શિક્ષકે પૂછ્યું, પાંચમાંથી પાંચ જાય તો કેટલા વધે ? બાળકનો જવાબ સાંભળવા જેવો છે….
પ્રાણીઓ પણ રિલ્સના ચક્કરમાં
સ્માર્ટફોનનો ક્રેઝ દરેકને માથે ચઢી રહ્યો છે. બાળકો હોય કે મોટા, દરેક તેની જાળમાં ફસાયેલા છે. જો તમે એવું વિચારી રહ્યા છો કે માત્ર આપણે માણસો જ તેની જાળમાં ફસાયા છે તો, તમે ખોટા છો કારણ કે પ્રાણીઓ પણ તેના ઘેલછાથી અછૂત નથી. પ્રાણીઓમાં વાંદરાઓ અનુકરણ દ્વારા વસ્તુઓ શીખવા માટે જાણીતા છે. હવે આને લગતી એક ક્લિપ સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે વાંદરાઓએ આપણા માણસો પાસેથી મોબાઈલ સ્ક્રોલ કરવાની કળા શીખી છે અને આપણા બાકીના લોકોની જેમ તેઓ પણ આરામથી ફોનનો ઉપયોગ કરવામાં માહિર બની ગયા છે.
અહીં વીડિયો જુઓ….
View this post on Instagram
(Credit Source : mb sidhu)
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાંદરો બેડ પર આરામથી સૂતો જોવા મળે છે અને માણસોની જેમ રીલ સરકતો જોવા મળે છે. જેને જોયા બાદ બધા આશ્ચર્યચકિત થઇ ગયા છે.વીડિયોને કરોડો વખત જોવામાં આવ્યો છે, ચાર લાખથી વધુ લોકોએ તેને માત્ર લાઇક કર્યો છે. તેના પર કોમેન્ટ્સ કરતા એક યુઝરે લખ્યું, આ જોઈને સમજાયું કે વાંદરા ખરેખર આપણા પૂર્વજો હતા. જ્યારે બીજાએ લખ્યું કે, એવું લાગે છે કે તે જાણે છે કે ટચ સ્ક્રીન કેવી રીતે કામ કરે છે.આ સિવાય અન્ય ઘણા લોકોએ આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો છે.