ગુસ્સાના ઘડિયા થયા વાયરલ, નહીં જોયા હોય આવા અનોખા ઘડિયા, લોકોએ કહ્યું- લખી લઉં છું UPSCમાં પૂછાઈ શકે છે!
Viral Photo : સોશિયલ મીડિયા પર હાલમાં એક ઘડિયા જબરદસ્ત વાયરલ થયા છે. આ ઘડિયા આંકડાઓના નથી પણ ગુસ્સાના છે. લોકો આ ઘડિયા જોઈ આશ્ચર્યમાં મુકાયા છે.
Viral Photo: ભગવાન એક અદ્દભુત કલાકાર છે. તેમણે આ રહસ્યમય, સુંદર અને અનંત બ્રહ્માંડનું નિર્માણ કર્યુ. વિશાળ દરિયો અને ભૂભાગ ધરાવતી પૃથ્વી બનાવી. આ પૃથ્વી પર રહેવા માટે માણસો, પ્રાણીઓ, પક્ષીઓ અને અનેક દુલર્ભ સ્થળો બનાવ્યા. તેમણે માણસોને બોલવાની અને પોતાનું ધાર્યુ કરવાની શકિત આપી. માણસોની અંદર ઘણા સ્વાભાવોનું નિમાર્ણ કર્યુ. ગુસ્સો (Anger), દયા, ખુશી, ચડિયાપણુ, લોભ, લાલચ, વિકૃતિએ માનવ સ્વભાવો છે. આ બધા સ્વભાવો માણસના જીવનમાં તેણે રોજબરોજ અનુભવ્યા જ હોય છે. કોઈને મળીને, તેની સાથે વાતો કરીને, તેની સાથે સમય પસાર કરીને આપણે તે વ્યક્તિના સ્વભાવનો અંદાજ લગાવતા હોઈએ છે. માણસના સ્વભાવની અસર તેના વ્યક્તિતત્વ પર પડે છે. તેના સ્વભાવ પ્રમાણે તેને જીવનમાં પરિણામો મળતા હોય છે.
જે લોકોને બીજા પ્રત્યે પ્રેમ, દયા અને મમતાનો ભાવ વધારે હોય છે તે લોકો દયાળુ કહેવાય છે. લાલચ અને લોભ કરનારા, લાલચુ અને લોભી કહેવાય છે. 24 કલાક જેના નાક પર ગુસ્સો હોય, જે હમેશા ગુસ્સામાં રહેતો હોય, કોઈની પણ સાથે સારી રીતે વાતો ન કરતો હોય તેવા લોકો ગુસ્સાવાળા કહેવાય છે. લોભ, લાલચ , ઈર્ષા, લોભ માણસ માટે સારા નથી હોતા, તેના કારણે તેને જીવનમાં અનેક મુશ્કેલી, દુ:ખ અને નુકશાનનો સામનો કરવા પડે છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે આ વાતનો પૂરાવો આપે છે અને એક મોટો બોધપાઠ આપે છે. લોકો આ ફોટોમાં લખેલી વાત વાંચીને આશ્ચર્યમાં મુકાયા છે અને હસી હસીને લોટપોટ પણ થયા છે.
આ રહ્યો એ વાયરલ ફોટો
તમે આંકડાના ઘડિયા તો બાળપણમાં વાંચયા અને લખ્યા જ હશે પણ હાલમાં વાયરલ થયેલા ઘડિયા ગુસ્સાના છે. જી હા, ગુસ્સાના ઘડિયા. વાયરલ ફોટો અનુસાર આ ઘડિયા કાનપુરની સરકારી સ્કૂલના છે. આ વાયરલ ફોટોમાં લખ્યુ છે કે, ગુસ્સાને એક વડે ગુણશો તો ગુસ્સો મળશે. ગુસ્સાને બે વડે ગુણશો તો મળશે થપ્પડ. ગુસ્સાને ત્રણ વડે ગુણશો મળશે લાત. ગુસ્સાને ચાર વડે ગુણશો તો મળશે દંડો. ગુસ્સાને પાંચ વડે ગુણશો તો દેખાશે બંદૂક. ગુસ્સાને છ વડે ગુણશો તો થશે હત્યા. ગુસ્સાને સાત વડે ગુણશો તો મળશે જેલ. ગુસ્સાને આઠ વડે ગુણશો તો થશે કેસ. ગુસ્સાને નવ વડે ગુણશો તો મળશે ફાંસી. અને ગુસ્સાને દસ વડે ગુણશો તો મળશે બરબાદી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ગુસ્સો કરવાવાળા લોકો માટે એક બોધપાઠ છે.