‘મેરા દિલ યે પુકારે આજા’ ગીત પર અમિતાભ બચ્ચનનો ડાન્સ વીડિયો થયો વાયરલ, ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા
અમિતાભ બચ્ચનનો (Amitabh Bachchan) એક એડિટેડ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન 'મેરા દિલ યે પુકારે આજા' ગીત પર જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ગર્લ આઈશા જબરજસ્ત ફેમસ છે. આઈશાએ ‘મેરા દિલ યે પુકારે આજા’ ગીત પર શાનદાર મૂવ્સ બતાવીને લોકોનું દિલ જીતી લીધું છે. તેના ફેન્સથી લઈને બોલિવૂડ સ્ટાર્સ પણ તેના ડાન્સ સ્ટેપ્સને ફોલો કરીને અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રીલ બનાવી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડના બિગ બી એટલે કે અમિતાભ બચ્ચનનો ‘મેરા દિલ યે પુકારે આજા’ ગીત પર ડાન્સ કરતો એક વીડિયોએ પણ દર્શકોના દિલ જીતી રહ્યો છે.
વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો
વાયરલ થઈ રહેલો આ વીડિયો અમિતાભ બચ્ચનના એક ફેને શેયર કર્યો છે. આ વીડિયો manojchauhan70 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરવામાં આવ્યો છે. અમિતાભ બચ્ચનનો આ વીડિયો ફિલ્મ સૂર્યવંશમનો છે, જેમાં તે ઠાકુર ભાનુ પ્રતાપ સિંહના પાત્રમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયો તે ફેમિલી સાથે એન્જોય કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘મેરા દિલ યે પુકારે આજા’ મ્યુઝિક વીડિયો રિક્રિએટ કરીને તેને શાનદાર બનાવવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ વીડિયો
View this post on Instagram
ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા
આ વીડિયોને જે રીતે એડિટ કરવામાં આવ્યો છે, તેને જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે. આ એડિટ વીડિયોની ફેન્સ જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ફેન્સ સતત પ્રેમ વરસાવી રહ્યા છે. એક ફેને લખ્યું છે કે કેટલો મસ્ત વીડિયો છે, જ્યારે અન્ય યુઝરે કોમેન્ટ કરતા લખ્યું મજા આવી ગઈ. તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામના આ વીડિયોને 13 લાખ 21 હજારથી વધુ લોકોએ જોયો છે.
તમને જણાવી દઈએ કે ‘મેરા દિલ યે પુકારે આજા’ ગીત 1954માં રિલીઝ થયેલી ફિલ્મ નાગિનનું ગીત છે, જે વૈજયંતી માલા અને પ્રદીપ કુમાર પર ફિલ્માવામાં આવ્યું છે, આ ગીતને દિવગંત સિંગર લતા મંગેશકરે ગાયું છે. વર્ષો પછી આ ગીતને પાકિસ્તાની ગર્લ આઈશાએ પોતાની ડાન્સ સ્ટાઈલ અને સિમ્પલ લુકથી જીવંત બનાવ્યું છે. આ ગીતને લોકો યૂટ્યૂબ પર સર્ચ કરીને ખૂબ એન્જોય કરી રહ્યા છે.