આંખમાં જીવતી માખી પ્રવેશી તો મહિલાને સારવાર માટે આવવું પડ્યું અમેરિકાથી ભારત
તમે ક્યારેય સાંભળ્યું છે કે, જ્યારે અમેરિકામાં સારવાર ન થઈ ત્યારે કોઈ વિદેશીને સર્જરી માટે ભારત આવવું પડ્યું હોય. આ સમાચાર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.
આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે અમુક બીમારીઓ કે સમસ્યા હોય છે, જેની સારવાર માટે લોકો વિદેશ જતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ વિદેશી વ્યક્તિ ભારત આવીને સારવાર કરાવી હોય ? જો નહીં, તો ચાલો તમને તે ન્યૂઝ વિશે જણાવીએ. એક અમેરિકન મહિલાની આંખમાં બોટ ફ્લાય (માખી) પ્રવેશતા, માયાસિસ નામના દુર્લભ રોગથી પીડિત મહિલાની સફળ સર્જરી કરવામાં આવી હતી.
તાજેતરમાં એમેઝોનના જંગલની (Amazon Forest) મુલાકાતે ગયેલી એક અમેરિકન મહિલા આંખમાં ઇન્ફેક્શનનો એક પ્રકાર માયાસિસ નામની દુર્લભ બીમારીથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું અને અહીંની (ભારતની) ખાનગી હોસ્પિટલમાં તેની સફળ સર્જરી કરવામાં આવી હતી. હોસ્પિટલના અધિકારીઓએ આ દાવો કર્યો હતો.
વિદેશી મહિલાની આંખમાંથી કાઢી માખી
હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓપરેશન દરમિયાન 32 વર્ષીય મહિલાના શરીરમાંથી લગભગ બે સેન્ટિમીટર કદની ત્રણ જીવંત બોટ ફ્લાયને બહાર કાઢવામાં આવી હતી. મિયાસિસ એ માનવ પેશીઓમાં ફ્લાય લાર્વાનો ચેપ છે. તે ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થાય છે.
હોસ્પિટલના તબીબના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકન મહિલા જમણી આંખની ઉપરની પોપચામાં સોજાની સાથે લાલ ફોલ્લીઓ અને પીડાની ફરિયાદ સાથે ઈમરજન્સી વિભાગમાં આવી હતી. તેણે એ પણ જણાવ્યું કે છેલ્લા ચાર-છ અઠવાડિયાથી તેને લાગ્યું કે તેની પાંપણોની અંદર કંઈક ચાલી રહ્યું છે.
ભારતીય ડોક્ટરે કરી અમેરિકન મહિલાની સારવાર
હોસ્પિટલના કન્સલ્ટન્ટ અને ઇમરજન્સી વિભાગના તબીબે જણાવ્યું હતું કે, ‘મિયાસિસનો આ ખૂબ જ દુર્લભ કેસ છે. આ કેસોને તાત્કાલિક વિગતવાર વિશ્લેષણની જરૂર છે. અમેરિકી નાગરીક એક પ્રવાસી છે અને તે બે મહિના પહેલા અમેઝોનના જંગલમાં ગઈ હતી. જે બાદ તેમની તપાસ કરવામાં આવી હતી.
એનેસ્થેસિયા વિના 10-15 મિનિટમાં સર્જરી
એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એનેસ્થેસિયા વિના તમામ સાવચેતીઓ સાથે 10-15 મિનિટમાં સર્જરી પૂર્ણ કરવામાં આવી હતી. આ પછી મહિલાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલે દાવો કર્યો હતો કે, ભારતમાં આવા કિસ્સાઓ મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે અને ખાસ કરીને બાળકોમાં, જ્યાં બોટ ફ્લાય નાકના માર્ગ અથવા ચામડીના ઘા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે.
આ પણ વાંચો: Knowledge: શું તમે જાણો છો કે નાળિયેર તેલ આટલું મોંઘું કેમ છે અને તે કેવી રીતે બને છે?
આ પણ વાંચો: Knowledge: દેશના 70 ટકા કરોડપતિ લોકો તેમના બાળકોને અભ્યાસ માટે વિદેશ મોકલવા માગે છે, આ દેશોની કરે છે પસંદગી