Aravali Forest માં 10,000 ઘરો પર બુલડોઝર ફેરવવા સુપ્રીમકોર્ટનો હરિયાણા સરકારને આદેશ

સુપ્રીમ કોર્ટે આજે તેના આદેશમાં જણાવ્યું હતું કે, અરાવલી વન વિસ્તાર (Aravali Forest)ની જમીન સાથે કોઇ સમાધાન કરવામાં નહિ આવે.

Aravali Forest માં 10,000 ઘરો પર બુલડોઝર ફેરવવા સુપ્રીમકોર્ટનો હરિયાણા સરકારને આદેશ
FILE PHOTO
Follow Us:
| Updated on: Jun 07, 2021 | 5:03 PM

Aravali Forest : સુપ્રીમ કોર્ટે 7 જૂનના રોજ હરિયાણાના ફરીદાબાદમાં લક્કડપુર-ખોરી ગામના અરાવલી વન વિસ્તારમાં આવેલા તમામ મકાનો છ અઠવાડિયામાં તોડી પાડવા આદેશ આપ્યો છે. સુપ્રીમકોર્ટ (Supreme Court) એ સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ સંજોગોમાં વન વિસ્તાર ખાલી થવો જોઇએ અને આ બાબતમાં કોઈ સમાધાન કરી શકાશે નહીં. અરાવલી વન વિસ્તારમાં આશરે 10 હજાર મકાનો બનાવવામાં આવ્યા છે.

10 હજાર મકાનો તોડી પાડવાનો આદેશ સુપ્રીમકોર્ટ (Supreme Court) એ હરિયાણા સરકાર અને અન્ય સંબંધિત અધિકારીઓને હરિયાણાના અરાવલી વન વિસ્તાર (Aravali Forest) ના ખોરી ગામમાં લગભગ 10,000 ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મકાનોને તોડી પાડવા આદેશ આપ્યો છે. જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ મહેશ્વરીની અધ્યક્ષતાવાળી સુપ્રીમકોર્ટની બેંચે તેના હુકમમાં હરિયાણાના ફરીદાબાદ મહાનગરપાલિકા અને સંબંધિત પોલીસને છ અઠવાડિયામાં અરાવલી વન વિસ્તાર ખાલી કરાવવાનો હુકમ સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.

સુપ્રીમકોર્ટ (Supreme Court)ની ખંડપીઠે આ ગેરકાયદેસર બાંધકામોને તોડી પડવાના આદેશ પર રોકવાનો ઇનકાર કરતી વખતે કહ્યું કે, “જમીન પચાવી પાડનારાઓ કાયદાનો આશરો લઈ શકે નહિ.”

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જંગલની જમીન સાથે કોઈ સમાધાન નહિ કરવામાં આવે : સુપ્રીમ સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવેલી રિટ પિટિશનમાં દાવો કરવામાં આવ્યો છે કે ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કથિત કાર્યવાહી અને કાયદાનું પાલન કર્યા વિના આશરે 1,700 જેટલી ઝુપડાઓને તોડી પાડવામાં આવ્યા છે.

સુપ્રીમકોર્ટ (Supreme Court) એ આજે પોતાના આદેશમાં જણાવ્યું હતું, “અમારા મતે, અરજદારો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020 અને એપ્રિલ 2021માં આપેલા આદેશોમાં દર્શાવાયેલા નિર્દેશોથી બંધાયેલા છે.” સુપ્રીમ કોર્ટે આજે તેના આદેશમાં જણાવ્યું હતું કે, જંગલની જમીન સાથે કોઇ સમાધાન કરવામાં નહિ આવે.

2016 માં હાઈકોર્ટે આપ્યો હતો આદેશ ખંડપીઠે આ વાત પર વાંધો ઉઠાવ્યો હતો કે, વર્ષ 2016માં હાઇકોર્ટે અરાવલી વન વિસ્તાર (Aravali Forest)માં બાંધવામાં આવેલા બાંધકામોને હટાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ પાંચ વર્ષ વીતી ગયા બાદ પણ હજી સુધી તેનો અમલ કરવામાં આવ્યો નથી. ખંડપીઠે એમ પણ કહ્યું કે ફેબ્રુઆરી 2020 માં સુપ્રીમ કોર્ટે પણ કોર્પોરેશનને આ ગેરકાયદેસર મકાનો તોડી પાડવાનું કહ્યું હતું.

6 મહિનામાં કાર્યવાહી કરી રીપોર્ટ રજૂ કરવામાં આવે : સુપ્રીમ સપ્ટેમ્બર 2020 માં પણ સુપ્રીમકોર્ટ (Supreme Court) એ ફરી વાર આ આદેશ આપ્યો હતો. ખંડપીઠે કહ્યું હતું કે આટલા બધા ઓર્ડર હોવા છતાં અરાવલી વન વિસ્તાર (Aravali Forest) સાફ કરી શકાયો નથી. ખંડપીઠે કહ્યું કે આમાં ક્યાંક નિગમની ઉદાસીનતા દેખાય છે. ફરીદાબાદ કોર્પોરેશનના વકીલે કહ્યું કે ડિમોલિશનની કામગીરી થઈ છે પરંતુ ત્યાં લોકો નિગમની ટીમ પર પથ્થરમારો કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આદેશના પાલનનો રિપોર્ટ છ મહિનાની અંદર રજૂ કરવો જોઈએ, ત્યારબાદ અમે રિપોર્ટ અંગે તપાસ કરીશું. ખંડપીઠે સ્પષ્ટ કહ્યું કે જો આ હુકમનું પાલન કરવામાં નહીં આવે તો સંબંધિત અધિકારીઓ સીધી જવાબદાર રહેશે. સુપ્રીમ કોર્ટે કોર્પોરેશન કર્મચારીઓને પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી ફરિદાબાદના પોલીસ અધિક્ષકને આપી છે. કોર્ટે કહ્યું છે કે જો સુરક્ષા પૂરી પાડવામાં કોઈ બેજવાબદારી સામે આવશે તો એસપી જવાબદાર રહેશે.

g clip-path="url(#clip0_868_265)">