મહારાષ્ટ્રના નાગપુરમાં 20થી 22 માર્ચ સુધી જી 20 સમિટનું આયોજન કરવામાં આવશે. આયોજન પહેલા નાગપુર શહેરને સજાવવામાં આવ્યું છે. જી20 માટે શહેરમાં ઘણા પ્રકારના ફૂલોના કુંડા, છોડ લગાવવામાં આવ્યા છે, ત્યારે નાગપુરના વર્ધા રોડનો એક વીડિયો સોશયિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં બે યુવક BMW ગાડીમાં ફૂલના કુંડા અને છોડ મુકતા જોઈ શકાય છે.
વાયરલ વીડિયો નાગપુરમાં વર્ધા રોડ સ્થિત મેટ્રો પિલરની નીચેનો જણાવવામાં આવી રહ્યુ છે. અહીં ઘણા પ્રકારના ફૂલના કુંડા સજાવટ માટે મુકવામાં આવ્યા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તાની બાજુમાં BMW કાર ઉભી છે, તેમાંથી બે યુવક બહાર આવે છે પછી પિલરની પાસે જાય છે, જ્યાં એક યુવક બે કુંડા અને બીજો યુવક એક કુંડુ ઉઠાવીને લાવે છે અને ગાડીની ડેકીમાં મુકીને જતા રહે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સાથે જ વાયરલ વીડિયો પોલીસે પણ મળ્યો છે. નાગપુર ઝોન 1ના ડીસીપી અનુરાગ જૈનનું કહેવું છે કે વીડિયોમાં દેખાતી ગાડીને જપ્ત કરી લેવામાં આવી છે. ત્યારે ગાડીના માલિક ફરાર છે, પોલીસ તેની શોધ કરી રહી છે.
ગુડગાંવ રિયાનામાં 40 લાખની કિંમતની કારમાં આવેલા ચોરોએ ચોકમાં સુશોભિત 400 રૂપિયાના છોડની ચોરી કરી હતી. મહત્વનું છે કે G20 કોન્ફરન્સમાં શહેરને સુશોભિત કરવા માટે આ છોડ રાખવામાં આવ્યા હતા. ચોરોની લક્ઝરી કારનો નંબર પણ VIP છે. ચોરીનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ, જેથી કાર માલિક સામે કાર્યવાહી પણ કરવામાં આવી.
તમને જણાવી દઈએ કે, ગુરુગ્રામના એમ્બિયન્સ મોલની લીલા હોટેલમાં લાંબા સમયથી G-20 કોન્ફરન્સની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. જેમાં દેશ-વિદેશથી આવનાર મહેમાનોને પ્રભાવિત કરવા શહેરને શણગારવામાં આવી રહ્યું હતું. રસ્તાની બંને બાજુ ફૂટપાથ પર પણ ખાસ પ્રકારના છોડ વાવવામાં આવ્યા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયો પર પોતાની ફની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.