AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : અફઘાન સૈનિકોનો રમુજી વીડિયો થયો વાયરલ, વીડિયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો !

સોશિયલ મીડિયામાં અફઘાનિસ્તાનનો (Afghanistan) એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અફઘાન સૈનિકો પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે.

Viral Video : અફઘાન સૈનિકોનો રમુજી વીડિયો થયો વાયરલ, વીડિયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો !
Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 10:06 AM
Share

Viral Video : તાજેતરમાં તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાન સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હાલમાં અફઘાનિસ્તાનનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરવામાં આવી રહ્યો છે, જે લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. બીજી તરફ તાલિબાનીઓના પણ કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેને જોઈને લોકો પોતાના હાસ્યને રોકી શકતા નથી. ત્યારે તાજેતરમાં અફઘાનિસ્તાન આર્મીનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

તાજેતરમાં જ અફઘાનિસ્તાનની સેનાનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં સૈનિકો પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે. હવે તમે વિચારતા હશો કે આ વીડિયોમાં એવું શું છે ? તો તમને જણાવી દઈએ કે, વીડિયોમાં જોઈ શકાય છે કે, અફઘાન સૈનિકો જમ્પિંગ જેક કસરત કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ કોઈ તેને યોગ્ય રીતે કરી રહ્યું નથી. ઉપરાંત નવાઈની વાત તો એ છે કે, અફઘાન સૈનિકોને તાલીમ આપી રહેલા અમેરિકન સૈનિક (American Solider) પણ યોગ્ય રીતે કસરત કરી શકતા નથી.

જુઓ વીડિયો

આ અફઘાન સૈનિકોનો રમુજી વીડિયો (Funny Video) લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. હાલ, આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો IPS અધિકારી રૂપીન શર્માએ (Rupin Sharma) ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે લખ્યું, ‘જમ્પિંગ જેક કરવાની આ પદ્ધતિ ખૂબ જ મુશ્કેલ છે.’

આ વીડિયો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો આ ફની વિડીયો (Funny Video) એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ કેટલાક યુઝર્સ તેને અફઘાનિસ્તાનના પતનનું કારણ કહી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ જમ્પિંગ જેક કરવાની આ પદ્ધતિની મઝાક ઉડાવતા જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ અફઘાનિસ્તાનને કબજે કર્યા બાદ તાલીબાનીઓના ઘણા વીડિયો વાયરલ થયા છે.

આ પણ વાંચો: Viral Video: બારીમાંથી અચાનક કુદ્યો શ્વાન, વ્યક્તિએ આવી રીતે બચાવ્યો જીવ, વીડિયો તમારું પણ જીતી લેશે દિલ

આ પણ વાંચો:  આ છે અફઘાનિસ્તાનની નવી ટ્રાફિક પોલીસ, સોશિયલ મીડિયામાં Video થયો વાયરલ

Follow Us
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
g clip-path="url(#clip0_868_265)">