AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weird ice cream: આ શું પ્લાસ્ટિકનો આઈસ્ક્રીમ? જે સૂર્યપ્રકાશમાં પણ પિગળતો નથી, જૂઓ વીડિયો

'Hermes of icecream' નામની ચાઈનીઝ બ્રાન્ડે 'Chicecream' નામનો આઈસ્ક્રીમ બનાવ્યો છે, જેને ચાઈનીઝ ભાષામાં 'Zhong Xue Gao' કહે છે. આ વિચિત્ર આઈસ્ક્રીમ ક્યારેય ઓગળતો નથી.

Weird ice cream: આ શું પ્લાસ્ટિકનો આઈસ્ક્રીમ? જે સૂર્યપ્રકાશમાં પણ પિગળતો નથી, જૂઓ વીડિયો
Ice cream viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 1:14 PM
Share

ચીન પોતાની અજબ-ગજબ શોધ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેમની ઘણી શોધ વિશ્વમાં ખૂબ લોકપ્રિય બની છે. હવે ચીનનો એક આઈસ્ક્રીમ ચર્ચામાં છે. કારણ કે તે મેલ્ટ-પ્રૂફ આઈસ્ક્રીમ છે. એટલે કે આ આઈસ્ક્રીમ ગરમીમાં રાખ્યા પછી પણ તે પીગળતો નથી. ડેઈલી મેઈલ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, ‘Hermes of ice cream’ નામની ચાઈનીઝ બ્રાન્ડે ‘Chicecream’ નામનો આઈસ્ક્રીમ બનાવ્યો છે, જેને ચાઈનીઝ ભાષામાં ‘Zhong Xue Gao’ કહેવામાં આવે છે. વિચિત્ર આઈસ્ક્રીમ ક્યારેય ઓગળતો નથી. હવે સોશિયલ મીડિયા પર આ આઈસ્ક્રીમની ખૂબ ચર્ચા થઈ રહી છે. એક રીતે જ્યાં લોકો તેને એક અદ્ભુત શોધ માની રહ્યા છે તો બીજી તરફ આ આઈસ્ક્રીમ ખાવાથી માનવ શરીર પર થતી આડ અસર વિશે પણ લોકો વિચારી રહ્યા છે.

આગ લાગવાથી પણ આઈસ્ક્રીમ નથી ઓગળતો

સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આઈસ્ક્રીમ ઓગળવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. કેટલાક વીડિયોમાં આઈસ્ક્રીમની નજીક લાઈટર પણ મૂકવામાં આવ્યું હતું, તેને તડકામાં રાખવામાં આવ્યો હતો, પરંતુ તે ઓગળ્યું ન હતું અને તેનો આકાર બહુ બદલાયો ન હતો. આઈસ્ક્રીમને 31 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 1 કલાક માટે રૂમમાં રાખવામાં આવ્યો હતો પરંતુ તે પછી પણ તેનો આકાર બદલાયો ન હતો.

જૂઓ આ  વીડિયો…

આઈસ્ક્રીમમાં કેરેજેનન ગમ ઉમેર્યું છે

ઉત્તર ચીનના હાંડાનમાં રેકોર્ડ કરાયેલા ફૂટેજમાં આઈસ્ક્રીમ આગમાં સળગતી જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ ફૂડ સેફ્ટી પર સવાલો ઉઠી રહ્યા છે. ‘ચીસક્રીમ’ કે ‘Chicecream’ના ભાવ પણ આસમાને છે. સામાન્ય રીતે તમે 100 રૂપિયામાં આઇસક્રીમ પોપ્સિકલ મેળવી શકો છો પરંતુ આ આઈસ્ક્રીમના એક ટુકડાની કિંમત લગભગ 800 રૂપિયા છે. સોશિયલ મીડિયા પર ઉભા થયેલા વિવાદ બાદ કંપનીએ સ્પષ્ટતા કરી કે, તેમની પ્રોડક્ટ નેશનલ ફૂડ સેફ્ટી રેગ્યુલેશન અનુસાર બનાવવામાં આવી છે. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, કંપનીએ કહ્યું કે, તેઓએ આઈસ્ક્રીમમાં કેરેજેનન ગમ ઉમેર્યું છે, જે એક પ્રકારનો દરિયાઈ છોડ છે. આ ગમ આઈસ્ક્રીમને તેનો આકાર બદલવા દેતો નથી. ઘણા દેશોમાં આવા આઈસ્ક્રીમ

ઘણા દેશમાં બન્યા છે આવા આઈસ્ક્રીમ

હવે તમને લાગશે કે આ પહેલીવાર છે, જ્યારે આવા આઈસ્ક્રીમની શોધ થઈ છે. પરંતુ એવું નથી. 2016થી અત્યાર સુધીમાં ઘણા દેશોમાં આવા આઈસ્ક્રીમની શોધ થઈ છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">