Viral: RRR ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીત પર આ વિદેશી શખ્સે કર્યો જબરદસ્ત ડાંસ, લોકોને ખુબ પસંદ આવ્યો વીડિયો
ફ્રાન્સના ઝિકા નામના વ્યક્તિએ પોતાના ડાન્સ વીડિયોથી દેશી નેટીઝન્સનું દિલ જીતી લીધું છે. તે ફિલ્મ RRR ના લોકપ્રિય ગીત 'નાટુ નાટુ' પર ડાન્સ કરતો જોઈ શકાય છે.
તાજેતરમાં, ભારતની બહાર રહેતા ઘણા લોકો બોલિવૂડ ફિલ્મોના ગીતોમાં દર્શાવવામાં આવેલા આકર્ષક ડાન્સ(Dance Viral Video)ના બીટ પર ડાન્સ કરીને ઇન્ટરનેટ સેન્સેશન બની ગયા છે. જો તમે સોશિયલ મીડિયા (Social Media) પર એક્ટિવ રહો છો, તો તમે રિકી પોન્ડનો ડાન્સ જોયો જ હશે, જેને અમેરિકાના ડાન્સિંગ ડેડ કહેવામાં આવે છે. હિન્દી ગીતો પર જબરદસ્ત ડાન્સ કરીને તે સોશિયલ મીડિયા સ્ટાર બની ગયો છે.
જો કે તે દુનિયાનો એકમાત્ર એવો વ્યક્તિ નથી જે બોલિવૂડને ખૂબ જ પ્રેમ કરે છે, પરંતુ અન્ય ઘણા દેશોના લોકો બોલિવૂડના ગીતોને ખૂબ પસંદ કરે છે અને તેના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Videos) થાય છે. આવો જ એક વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ પોતાની પ્રતિભાથી બધાને ચોંકાવી દીધા છે.
ફ્રાન્સ(France)ના ઝિકા (Zika)નામના વ્યક્તિએ પોતાના ડાન્સ વીડિયોથી દેશી નેટીઝન્સનું દિલ જીતી લીધું છે. ઝિકા (Instagram)દ્વારા શેર કરવામાં આવેલી તાજેતરની ક્લિપમાં, તે ફિલ્મ RRR ના લોકપ્રિય ગીત ‘નાટુ નાટુ’ પર ડાન્સ કરતો જોઈ શકાય છે. એટલું જ નહીં, ઝીકાએ તેના મિત્ર યુનુસ સાથે મળીને આ હિટ ગીતના હૂક સ્ટેપને પણ સંપૂર્ણ રીતે ફોલો કર્યું છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 1 લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે. ત્યારે ઘણા લોકોએ આ વીડિયો પર કમેન્ટ પણ કરી છે. જ્યાં એક યુઝરે ઝીકાના ડાન્સ મૂવ્સના વખાણ કર્યા છે, તો બીજા યુઝરે વીડિયો પર કોમેન્ટ કરી છે, ‘બસ યે રીલ અબ વાયરલ’. કેટલાક લોકોએ કમેન્ટ કરી છે કહ્યું કે ઝીકાએ બોલિવૂડના વધુ ગીતો પર પરફોર્મ કરવું જોઈએ છે.
જો કે, આ પહેલીવાર નથી કે બોલિવૂડના ગીત પર ઝિકાનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોય. અગાઉ, તેણે સૂર્યવંશીના ‘ટિપ ટિપ બરસા પાની’ ગીત પર તેના મિત્રો સાથે ડાન્સ કરતા કેટલાક વધુ હિટ ગીતોના વીડિયો પણ શેર કર્યા હતા.
આપને જણાવી દઈએ કે જુનિયર એનટીઆર, રામ ચરણ, અજય દેવગન અને આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ RRR 7 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. રાહુલ સિપલીગંજ અને કાલા ભૈરવ દ્વારા ગાયેલું ગીત ‘નાટુ નાટુ’ 44 મિલિયનથી વધુ એટલે કે 4.4 કરોડ વખત જોવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Viral: રમકડાના ટ્રેક્ટરથી જેસીબીને ખેંચ્યું આ નાના બાળકે, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો
આ પણ વાંચો: ફાઈઝરનો બૂસ્ટર ડોઝ ઓમિક્રોન વેરિઅન્ટ સામે રક્ષણ આપવા માટે અસરકારક, ઇઝરાયેલના વૈજ્ઞાનિકોએ કર્યો દાવો