Viral: રમકડાના ટ્રેક્ટરથી જેસીબીને ખેંચ્યું આ નાના બાળકે, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો અને તમે બાળકના આત્મવિશ્વાસની પણ પ્રશંસા કરશો. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા (Social Media) વાયરલ વીડિયો (Viral Videos)થી ભરેલું છે. તમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમામ પ્રકારના વીડિયો જોવા મળશે. કેટલાક વીડિયો તમને હસાવે છે, કેટલાક તમને ભાવુક પણ બનાવે છે. ત્યારે કેટલાક વીડિયો રોમાંચથી ભરપૂર છે.
સોશિયલ મીડિયા પર અવારનવાર બાળકોના વીડિયો વાયરલ થતા હોય છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ચોંકી જશો અને સાથે જ બાળકના આત્મવિશ્વાસના પણ વખાણ કરશો. આ વાયરલ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ વીડિયોમાં બાળક તેના રમકડાના ટ્રેક્ટરમાંથી એક મોટો જેસીબી ખેંચતો જોવા મળી રહ્યો છે, જેનાથી તેનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બાળક તેના રમકડાના ટ્રેક્ટરમાં પાછળથી જેસીબીને દોરડાથી બાંધીને ખેંચી રહ્યો છે.
That’s a superb way to build your kid’s self-confidence. But if any of you out there try it with our toy mahindra tractor PLEASE remember to be as careful as this parent was!! pic.twitter.com/7K3vcSgxbo
— anand mahindra (@anandmahindra) December 12, 2021
આ હૃદયસ્પર્શી વીડિયો (Cute Viral Video) મહિન્દ્રા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) દ્વારા તેમના ટ્વિટર (Twitter) હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો અને તેને કૅપ્શન આપ્યું હતું કે, ‘તમારા બાળકનો આત્મવિશ્વાસ વધારવા માટે આ એક સરસ રીત છે’. સાથે જ તેણે એવી પણ ચેતવણી આપી છે કે જો કોઈ રમકડાં મહિન્દ્રા ટ્રેક્ટર વડે ટ્રાય કરે છે, તો તેણે સાવચેત રહેવાની જરૂર છે, નહીં તો અકસ્માત પણ થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર કંઈક ને કંઈક શેર કરતા રહે છે. લોકો તેમની પોસ્ટને પણ ખૂબ પસંદ કરે છે. તેમણે શેર કરેલા લેટેસ્ટ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 70 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે વીડિયોને 15 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
સાથે જ આ વીડિયો પર ઘણા લોકોએ કમેન્ટ પણ કરી છે. એક યુઝરે તેને ટ્રેક્ટરની કિંમત પણ પૂછી છે. યુઝરે લખ્યું, ‘સર, ટોય મહિન્દ્રા ટ્રેક્ટરની કિંમત શું છે? શું કોઈ ગરીબ ખેડૂત પરિવાર તેમના બાળકોને ખરીદીને આપી શકે’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ વીડિયોની સૌથી સારી વાત એ છે કે બાળક વિચારે છે કે તે કાર્ટ ખેંચી રહ્યો છે અને બાળક કેટલો મહેનતુ અને ઉત્સાહી દેખાય છે’.
આ પણ વાંચો: Viral: યુવતીએ સાઈકલ પર કર્યો ગજબનો સ્ટંટ, પણ છોકરાએ મહેનત પર ફેરવ્યું પાણી, જૂઓ આ જોરદાર વીડિયો
આ પણ વાંચો: Farmers Protest: આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોની યાદીની ચકાસણી કરશે પોલીસ